Allan Lichtman Has Been Predicting US President Election Results Correctly For 35 Years Told Who Will Win
  • Home
  • Astrology
  • USની ચૂંટણીમાં આ વખતે સર્જાશે ઈતિહાસ, 35 વર્ષથી ભવિષ્ય ભાંખતા વ્યક્તિએ કરી ભવિષ્યવાણી

USની ચૂંટણીમાં આ વખતે સર્જાશે ઈતિહાસ, 35 વર્ષથી ભવિષ્ય ભાંખતા વ્યક્તિએ કરી ભવિષ્યવાણી

 | 1:25 pm IST

અમેરિકાની ચૂંટણી પર દુનિયા આખીની નજર છે. અનેક લોકો રાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઈને ભવિષ્યવાણી કરી રહ્યાં છે. પરંતુ સૌકોઈની નજર એક એવા વ્યક્તિ પર છે જે છેલ્લા 35 વર્ષથી સટિક ભવિષ્યવાણી કરી રહ્યો છે. આ વ્યક્ત્તિની ભવિષ્યવાણી આજ સુધી ક્યારેય ખોટી ઠરી નથી.

વર્ષ 1984થી ભવિષ્યવાણી કરી રહેલા આ વ્યક્તિનું નામ છે એલન લિચમેન. લિચમેન ઈતિહાસના પ્રોફેસર છે. તેમની ગણતરી દુનિયાના એ ગણતરીના નિષ્ણાંતોમાં થાય છે જે છેલ્લા 35 વર્ષોથી અમેરિકાની તમામ ચૂંટણીની એકદમ સટીક ભવિષ્યવાણી કરી રહ્યાં છે. એલન લિચમેને આ વખતે ઐતિહાસિક ભવિષ્યવાણી કરી છે.

આ વર્ષે વ્હાઈટ હાઉસની રેસ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લિચમેને ચૂંટણી ભવિષ્યવાણી માટે ‘The Keys to the White House’ નામની એક સિસ્ટમ વિક્સિત કરી છે. જેને ’13 Keys’ મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે આ માટે 13 સવાલો એટલે કે મુદ્દાઓનું એક ખાસ મોડલ તૈયાર કર્યું છે. જેમનો તેઓ સાચા કે ખોટાના આધારે જવાબ આપે છે. ત્યારબાદ તેના દ્વારા જ તેઓ આગામી રાષ્ટ્રપતિની ભવિષ્યવાણી કરે છે. આ મોડલ મુજબ જો મોટાભાગના સવાલોના જવાબ ‘હા’ મળે તો હાલના રાષ્ટ્રપતિ જ ચૂંટાઈ આવે છે. જો જવાબ ‘ના’ માં મળે તો અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળે છે.

આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પ કે બિડેન?

લિચમેનનું કહેવું છે કે આ વર્ષે તેમણે પોતાના ’13 Keys’ મોડલમાં 7 સવાલોના જવાબ ‘ના’ અને 6 સવાલોના જવાબ ‘હા’માં મળ્યા છે. તેમના જણાવ્યાં મુજબ 1992 બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે, જેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે નહીં ચૂંટાઈ શકે. 1992માં બિલ ક્લિન્ટને તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને હરાવ્યા હતા. ત્યારથી લઈને 2015 સુધી અમેરિકાના તમામ રાષ્ટ્રપતિ બે ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. પરંતુ લિચમેનના જણાવ્યા પ્રમાણે આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પનું ફરીથી રાષ્ટ્રપતિ પદે ચૂંટાવવું લગભગ અશક્ય છે. 1992 બાદ મહાશક્તિ અમેરિકાને એક જ ટર્મ બાદ નવા રાષ્ટ્રપતિ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન