Allegation of Khedut Ekta Manch: Big scam of farmers' crop insurance
  • Home
  • Gujarat
  • કૌભાંડીઓએ હદ વટાવી દીધી, જગતના તાતના પરસેવાના રૂપિયા પણ ચાઉં કરી ગયા

કૌભાંડીઓએ હદ વટાવી દીધી, જગતના તાતના પરસેવાના રૂપિયા પણ ચાઉં કરી ગયા

 | 5:46 pm IST

રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે હવે તો કૌભાંડીઓ એ હદ વટાવી દીધી છે અને જગતના તાતના પરસેવાના રૂપિયાના ચાઉં કરી ગયા છે.

રાજ્ય સરકાર ખેડૂતોના હામી હોવાની વાત કરે છે બીજી બાજુ ખેડૂતોના હકના પૈસા જ સરકાર અને વીમા કંપનીઓ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ ખેડૂત એકતા મંચે લગાવ્યો છે. ખેડૂત એકતા મંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને મળતાં પાક વીમામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામા પાક વીમા કૌભાંડ ટકાવારી પ્રમાણે 68.89 % નિયમ મુજબ પાક વિમો મળવા પાત્ર હતો. સરકાર અને વિમા કંપની દ્વારા મુળી તાલુકામાં 11 % પાક વીમો જાહેર કરવામાં આવ્યો. પાક વીમામાં થયેલ ભ્રષ્ટાચારની ટકાવારી 68.89 % – 11 % = 57.89 % થાય. રકમમાં જોઇએ તો ખેડુતોને પ્રતિ હેક્ટર દિઠ રૂ. 55112 પાક વીમો મળવા પાત્ર હતો તેને પ્રતિ હેક્ટર દિઠ રૂ.8800 રૂપિયા પાક વીમો આપવામાં આવ્યો. એટલે પ્રતિ હેક્ટર 55112 – 8800 =46312 રૂ. હેક્ટર દિઠ ખેડુતોના હકના પાક વીમા કંપની અને સરકાર ચાઉ કરી ગયા.

રાજ્યમાં આચરવામાં આવેલા પાક વીમા કૌભાંડના સીધા તાર ગાંધીનગરમાં બેઠેલી રૂપાણી સરકાર સુધી જોડાયેલા છે. તેવા આક્ષેપો ખેડૂત એકતા મંચ દ્વારા કરવામાં આવ્યા છે..

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં પણ પાક વીમા કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેનો ખુલાસો ખેડૂત એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂત એકતા મંચ દ્વારા કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે માણાવદર તાલુકામાં 76397 રૂ.વીમો મળવા પાત્ર થાય છે. ટકાવારીમાં જોઇયે તો 89.87 % આખા માણાવદર તાલુકાને નિયમ મુજબ પાક વીમો મળવા પાત્ર હતો. સરકાર અને વીમા કંપનીએ માણાવદર તાલુકામાં 14.20 % વીમો જાહેર કર્યો.

પાક વીમાંમાં થયેલ ભ્રષ્ટાચારની ટકાવારી જોઈએ તો 89.87 % – 14.20 % = 75.67 % ભ્રષ્ટાચાર થયો છે. રકમમાં જોઈએ તો ખેડૂતોને હેક્ટર દીઠ 76397 પાક વીમો મળવા પાત્ર હતો તેને પ્રતિ હેક્ટર દીઠ 12070 રૂ. પાક વીમો આપવામાં આવ્યો છે. એટલે પ્રતિ હેક્ટર 76397 -12070 =64327 રૂ. હેક્ટર દીઠ ખેડૂતોના હક્કના પાક વીમાં કંપની અને સરકાર ચાઉ કરી ગયા છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના બોપલમાં સ્કૂલ દ્વારા ફી મામલે દબાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન