જો તમને પણ ઊનના કપડાની એલર્જીને હોય તો અજમાવો આ ઉપાય - Sandesh
NIFTY 10,833.85 +16.85  |  SENSEX 35,353.47 +93.18  |  USD 63.7200 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો તમને પણ ઊનના કપડાની એલર્જીને હોય તો અજમાવો આ ઉપાય

જો તમને પણ ઊનના કપડાની એલર્જીને હોય તો અજમાવો આ ઉપાય

 | 7:46 pm IST

શિયાળામાં ઠંડી હવાના કારણે ગરમ કપડા પહેરવા પડે છે. ઊનના કપડા પહેરવાથી ઠંડી ઓછી લાગે છે અને સાથે આ સીઝનમાં તેને સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ માનવામાં આવે છે. તમે શોલ, જેકેટ, સ્વેટર પહેરીને સ્ટાઈલિશ દેખાય શકો છો પરંતુ કેટલીક વાર ગરમ કપડાના ફેબ્રિકની એલર્જી કેટલાંક લોકોની સ્કિન પર થતી હોય છે. તેમાં ખાસ કરીને ફેબ્રિકથી બનાવવામાં આવેલા કપડાથી આ સમસ્યા વધારે થાય છે. તેનાથી સ્કિન લાલ થઈ જાય છે અને ખંજવાળ, ફોલ્લીઓ થઈ શકે છે.

ઊનથી થતી એલર્જીને આ રીતે ઓળખો :

એલર્જી બે પ્રકારની હોય શકે છે. એક જેની સ્કિન સેન્સિટિવ હોય તે અને બીજી જેની ત્વચા શુષ્ક હોય. તમે આ એલર્જીથી બચી શકો છો. શરીર પર ખંજવાળ, લાલ ડાધ પડવા, જેવી વગેરે એલર્જી થઈ શકે છે

આ રીતે એલર્જીને કરો દૂર :

1. હુંફાળા પાણીથી સ્નાન કરવું :

વઘારે ગરમ પાણીથી નાહવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે. નાહતી વખતે ત્વચા પર ગ્લિસરીન અને ગુલાબ જળ લગાવીને હુંફાળા પાણીથી સ્નાન કરવું

2. જૈતૂનના તેલથી મસાજ કરવી :

ત્વચા શુષ્ક થઈ જાય તો તેના પર ક્રીમ લગાવવાની જગ્ચાએ તમે ઓલિવ ઓયલ લગાવો.

3. કોટનના ઈનરવેર પહેરવા :

ઠંડીથી બચવા માટે ઊનના કપડા પહેરવા જરૂરી છે પરંતુ તેના પહેલા કોટનના ઈનરવેર પહેરવા. તેનાથી ઊન સ્કિન પર ચોંટશે નહી. તેનાથી તમને એલર્જી પણ નહી થાય.

4. એલર્જીને ઓળખો :

પહેલા એ જાણવુ જરૂરી છે કે તમને કયા વુલન ફેબ્રિકથી એલર્જી છે. તે ફેબ્રિક પહેરતા ધ્યાન રાખો. મોટાભાગનો લોકોને પશમીના પહેરવાથી એલર્જી થતી હોય છે.

5. તડકો લાગવાથી :

કપડા બહુ સમય સુધી પેક કરીને રાખ્યા હોય એટલે તેને તડકામાં સુકાવવા. તેનાથી એલર્જી નથી થતી.