Alligator failed to eat turtle, video goes viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ભૂખ્યા મગરના જડબામાં કાચબો ફસાયો, પરંતુ મોંઢામાં નાખતાની વેંત જ….જુઓ Video

ભૂખ્યા મગરના જડબામાં કાચબો ફસાયો, પરંતુ મોંઢામાં નાખતાની વેંત જ….જુઓ Video

 | 7:59 pm IST

મગર જે પણ પ્રાણી સાથે જંગ લડે કા તો તેની મોત થઈ જાય છે અથવા તો તે ડરીને ભાગી જાય છે. મગર માછલી, પક્ષીઓ અને માણસોને પણ પોતાનું ભોજન બનાવી લે છે. પરંતુ આ વખતે મગરે કાચબાને ખાવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યો અને કાચબો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો.

આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો ત્રણ વર્ષ પહેલા અમેરિકાના સાઉથ કોરોલિનાના હિલ્ટન હેડ આઇલેન્ડનો છે. યુટ્યુબ પર આ વીડિયોને લગભગ 43 લાખથી વધુ લોકોએ જોયો છે. જ્યારે હવે ટ્વિટર પર આ વીડિયો ફરીથી વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મગર એક કાચબાનો શિકાર કરે છે અને તેને ખાવાની કોશિશ કરે છે. પરંતુ આ દરમિયાન કાચબાને તક મળે છે અને તે મગરના જડબામાંથી નીકળવામાં સરળ થયા છે. ત્યાર બાદ કાચબો ઉછળીને પાણીમાં જતો રહે છે. જુઓ આ અદ્ભુત વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન