Alligators Fight at golf course video goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ગોલ્ફ કોર્સમાં પ્રેક્ટિસ કરતા હતા ખેલાડીઓ, અચાનક મેદાન પર આવ્યા બે મગર અને શરૂ થયું ખતરનાક દંગલ

Video: ગોલ્ફ કોર્સમાં પ્રેક્ટિસ કરતા હતા ખેલાડીઓ, અચાનક મેદાન પર આવ્યા બે મગર અને શરૂ થયું ખતરનાક દંગલ

 | 12:59 pm IST

અમેરિકાના સાઉથ કોરોલિનાના હિલ્ટન હેડ લેક ગોલ્ફ કોર્સમાં થોડા દિવસ પહેલા બે મગર વચ્ચે જબરદસ્ત ફાઇટ જોવા મળી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ગોલ્ફ પ્લેયર્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ બંને મગર ઘણા સમય સુધી લડતા રહ્યા.

ગોલ્ફકોર્સમાં પ્રેક્ટિસ કરતા પ્લેયરે આ ખતરનાક દંગલનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જે ખૂબ વાયરલ થયો છે. આ લડાઇ જોઈ ત્યાર હાજર દરેક વ્યક્તિ ડરી ગઈ હતી. એક પ્લેયરે જણાવ્યું કે આ લડાઈમાં બંને મગરના જડબા એકબીજા સાથે ફસાઈ ગયા હતા અને બંને કલાકો સુધી લડી રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોઈ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન