મગરો પણ થીજી ગયેલી નદીમાં ફસાયા, ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે આ Video - Sandesh
  • Home
  • Videos
  • મગરો પણ થીજી ગયેલી નદીમાં ફસાયા, ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે આ Video

મગરો પણ થીજી ગયેલી નદીમાં ફસાયા, ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે આ Video

 | 2:45 pm IST

કડાકાની ઠંડી સામે ઝઝૂમી રહેલા અમેરિકાના નોર્થ કેરોલિનાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કહી શકાય તે, વન્ય જીવોની હાલત પણ કેવી દયનીય થઈ છે. આ વીડિયોમાં જોઈ લો, કેવી રીતે એક નદીમાં વિશાળકાળ મગર ઠંડીને કારણે જામી ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ વાઈરલ થઈ રહ્યો છે.

શેલોટ રિવર સ્વૈમ્પ પાર્કનો વીડિયો
આ વીડિયો ઉત્તરી કેરોલિનાના ઓશલ ઈસલે બીચ સ્થિત શેલોટ રિવર સ્વૈમ્પ પાર્ક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમા જોઈ શકાય છે કે કેવી રીતે ભીષણ ઠંડીમાં નદીના પાણી પણ થીજી ગયા છે, જેને કારણે મગરમચ્છ તેમાં જામી ગયો છે. જરા વિચાર કરો, કે આવા થીજી ગયેલી હાલમાં મગર કેવી રીતે રહેતા હશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બરફમાં જમી ગયેલા મગર પોતાને બહાર કાઢવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. ફેસબુક પોસ્ટમાં શેર કરાયેલા આ વીડિયોમાં લોકોને એમ પણ કહેતા દેખાઈ રહ્યુ છે કે, કેવી રીતે સરીસૃપ ઠંડીની હાલતમાં પોતાને જીવિત રાખી રહ્યા છે. મગરમચ્છ પોતાના મોઢાને બહાર કાઢીને શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

40 ડિગ્રીના તાપમાનમાં પણ જીવતા રહી શકે છે
પાર્કે પોતાના બ્લોગસ્પોટમાં એક પોસ્ટમાં કહ્યું કે, મગરમચ્છ 40 ડિગ્રી તાપમાનમા પણ જીવતા રહી શકે છે. જોકે, ઠંડીમાં મોટાભાગે તેઓ ઊંઘની મુદ્રામાં જ રહે છે. પાર્કના અધિકારીઓનું કહેવું છે કે, ઉત્તરી કૈરોલિનામા આવું થવુ સામાન્ય બાબત છે. કેમ કે અહી ઠંડી બહુ જ પડે છે. જોકે, આ વખતે અહી સામાન્ય કરતા વધુ ઠંડી પડી છે. આ વીડિયો બહુ તેજીથી વાઈરલ થઈ રહ્યો છે. અંદાજે સાડા ત્રણ લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. ને વધુમાં વધુ શેર પણ થઈ રહ્યો છે.