NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4150 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શરૂઆતના દિવસોમાં મેગી ખાવાના નહોતા પૈસા, આજે સ્ટાર ક્રિકેટર છે હાર્દિક પંડ્યા

શરૂઆતના દિવસોમાં મેગી ખાવાના નહોતા પૈસા, આજે સ્ટાર ક્રિકેટર છે હાર્દિક પંડ્યા

 | 4:24 pm IST

ભારતના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી તમામ લોકોનું દિલ જીતી લીધુ છે. પાકિસ્તાન વિરૂદ્ધ ફાઇનલ મેચમાં તેણે ફકત 43 બોલમાં 6 સિક્સર અને 4 ફોરની મદદથી 76 રન ફટકાર્યા હતા. આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. આજે સ્ટાર ક્રિકેટર બની ચૂકેલા હાર્દિક પંડ્યાનું બાળપણ ઘણું મુશ્કેલીમાં વીત્યું છે. કેટલીક વખત તો તેની પાસે મેગી ખાવા જેટલા પણ પૈસા નહોતા. ત્યારે આવો આજે અમે તેના જીવન સાથે જોડાયેલા કેટલીક હકીકતો જણાવીએ.

એક ઈન્ટરવ્યુમાં ખુદ હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં તેમની પાસે માત્ર પાંચ રૂપિયાની મેગી ખાવા જેટલા જ પૈસા રહેતા હતા. બહારની ઉધારીને કારણે તે મેદાનમાં જ પડ્યો રહેતો અને માળી પાસેથી ગરમ પાણી લઈને મેગી ખાતો હતો.

હાર્દિકે જ્યારે બરોડાની રણજી ટીમ માટે રમવાનું શરૂ કર્યુ ત્યારે જ તેના પિતા હિમાંશુભાઇને હાર્ટ એટેકનો ત્રીજો હુમલો આવ્યો હતો. તેના પિતાનો બિઝનેસ પણ ખોટમાં ચાલી રહ્યો હતો. તેના પિતા પાછળથી ડોર ટુ ડોર જઈને પાસપોર્ટ બનાવવાનું કામ કરવા લાગ્યા હતા. તેના ભાઈ કૃણાલે હાર્દિકની ઘણી મદદ કરી હતી. હાર્દિકનો એક ભાઈ કૃણાલ પણ ક્રિકેટર છે. તે પણ આઈપીએલ-9માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો.

હાર્દિક પંડ્યા અભ્યાસમાં નબળો હતો અને નવમાં ધોરણમાં નાપાસ થયા બાદ અભ્યાસ છોડી ક્રિકેટ પર ધ્યાન આપ્યું હતું. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ પંડ્યાને પોતાની એકેડમીમાં ટ્રેનિંગ આપ્યાના શરૂઆતના ત્રણ વર્ષમાં કોઇ ફી નહોતી લીધી. મોરેની સલાહ પર તે ફાસ્ટ બોલર બન્યો. પંડ્યા તેના ડાર્ક કલર અને લુક્સને કારણે વડોદરાનો વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર કહેવાય છે.

હાર્દિક પંડ્યાના ફ્રેન્ડ્સ લિસ્ટમાં પઠાણ બંધુઓનું નામ સૌથી ઉપર છે. ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂકેલા જ્હોન રાઇટે હાર્દિક પંડ્યાને આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ કર્યો હતો.