મુંબઇ: સૂમસામ રસ્તા પર રાત્રે મહિલાને રિક્ષા ના મળી ત્યાં સુધી બસનાં ડ્રાઇવરે કર્યું કંઇક એવું કે... - Sandesh
  • Home
  • Featured
  • મુંબઇ: સૂમસામ રસ્તા પર રાત્રે મહિલાને રિક્ષા ના મળી ત્યાં સુધી બસનાં ડ્રાઇવરે કર્યું કંઇક એવું કે…

મુંબઇ: સૂમસામ રસ્તા પર રાત્રે મહિલાને રિક્ષા ના મળી ત્યાં સુધી બસનાં ડ્રાઇવરે કર્યું કંઇક એવું કે…

 | 9:00 am IST

સામાન્ય રીતે માયાનગરી મુંબઇ જેવા વિસ્તારમાં અડધી રાત્રે મહિલાઓ એકલી ફરતી હોય તો તેની સુરક્ષાને જોખમ કહેવાતું હોય છે. પરંતુ આજે એવો કિસ્સો બન્યો કે જે અંગે જાણી તમને પણ નવાઇ લાગશે.

બેસ્ટ બસ ચાલક અને કંડક્ટરે અડધીરાત્રે બસ માંથી ઉતરેલી મહિલાને રિક્ષા ન મળે ત્યાર સુધી બસ રોકી રાખી હતી.

મહિલાએ બસ ચાલક અને કંડક્ટરના વખાણ કરતી ટ્વિટ કરી હતી, તેની ટ્વિટને 24 કલાકની અંદર હજારો લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળતા આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

ગત રાત્રે મુંબઇમાં બનેલા એક બનાવના કારણે લોકોમાં મુંબઇકરો પ્રત્યેનાં માનમાં વધારો થયો છે. કાલે રાત્રે 1.30 વાગે 25 વર્ષના મંતશા શેખ સંબંધીનાં ઘરેથી બેસ્ટની બસમાં બેઠી હતી. બસમાંથી તે એક સુમસામ રસ્તા પર ઉતરી હતી.

બસ ચાલક પ્રશાંત મયેકર અને કંડક્ટર રાજ દિનકરે મંતશાને પૂછયુ કે, તમને કોઇ લેવા આવી રહ્યું છે? મંતશાએ માથું ધુણાવી નકાર આપ્યો. પ્રશાંત અને રાજે જ્યાં સુધી મંતશાને ઘરે જવા રિક્ષા ન મળી જાય ત્યાર સુધી બસ તે જગ્યા પર જ રોકી રાખી હતી. લગભગ 10 મિનિટ બાદ મંતશાને રિક્ષા મળતાં તે સુરક્ષિત જઇ રહી છે તેમ જોયા બાદ પ્રશાંતે બસ પાછી વાળી હતી.

મંતશાએ આ બનાવ @WeAreMumbai થી ટ્વિટ કરતાં 11 હજારથી વધુ મુંબઇકરોનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન