સુરત: પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં આંતરી બાળકનું કર્યુ અપહરણ - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં આંતરી બાળકનું કર્યુ અપહરણ

સુરત: પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં આંતરી બાળકનું કર્યુ અપહરણ

 | 7:42 pm IST

વેલેન્ટાઈન ડે ના બે દિવસ પહેલા સ્કૂલની પ્રેમિકાને લેવા આવેલા પ્રેમીએ પ્રેમિકાના બાળકનું જ અપહરણ કરી લીધુ હતું. સુરતનાં પુણા-ડુંભાલ વિસ્તારમાં રહેતા દોઢ વર્ષીય બાળકના અપહરણ ની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. દોઢ વર્ષિય બાળક હર્ષિતનું અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ રાજસ્થાનના પૂર્વ પ્રેમીએ સુરત આવી બાળકનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યુ હતું. સુરત શહેર અને સુરત રૂરલ પોલીસના કુલ 90 જેટલા કર્મચારી આ ઓપરેશનમાં જોડાયા હતા અને છેવટે બારડોલી કડોદરા રોડ ઉપરથી અપહરણકર્તા પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી. અને પોલીસે બાળક હર્ષિતને અપહરણકર્તા પાસેથી છોડાવ્યો હતો અને પરિવારને સુપરત કરવામાં આવતા પરિવારે રાહત નો શ્વાસ લીધો હતો.

પ્રેમી રોશન શાળાના સમયથી વંદનાંના પ્રેમમાં હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ બાબતે પરિવારને પણ જાન થઈ હતી, પરિણીતા નર્સરીમાં અભ્યાસ કરતા હર્ષિતને તેડવા ગયી હતી ત્યારે રસ્તામાં આતંરી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.

સવારે બનેલી આ ઘટનામાં બાળકની શોધખોળ કર્યા બાદ કોઈ ભાળ ન મળતા પરિણીતાએ પતિને વાત કરતા મામલો પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ પોલીસે એક ઓપરેશન હાથ ધર્યું હતું. કારણ કે અપહરણ થયેલું બાળક હતું બીમાર હોવાથી રાત્રે ઠંડીનું વાતવરણ હોવાથી બાળકને કંઈ પણ થઈ શકે એવી પરિસ્થિતિને ધ્યાને રાખી પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળક ને છોડવ્યું હતું અને અપહરણકર્તા પ્રેમીની ધરપકડ કરી હતી.