Alpesh get involved in when he joined BJP? Thakor community activists told the fact
  • Home
  • Ahmedabad
  • ભાજપમાં જોડાઇને અલ્પેશ ઠાકોર શું ખરેખર મોટી ભૂલ કરી? ઠાકોર સમાજના કાર્યકરોએ જણાવી હકીકત

ભાજપમાં જોડાઇને અલ્પેશ ઠાકોર શું ખરેખર મોટી ભૂલ કરી? ઠાકોર સમાજના કાર્યકરોએ જણાવી હકીકત

 | 9:53 am IST

ઠાકોર સમાજના કાર્યકરોએ જણાવ્યુ છે કે, અલ્પેશ ઠાકોર અને તેની મંડળીએ ઠાકોર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના ભાજપમાં જાય એટલે સમગ્ર ઠાકોર સમાજ ભાજપમાં જાય, એવું માનવું ભૂલભરેલું છે.

ઠાકોર સમાજના સામાજિક કાર્યકરો દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે, વ્યસન મુક્તિના નામે ઠાકોર સેના ઊભી કરનારા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેરમાં સોંગદ ખાઈને કહેલું કે, જો હું રાજકારણમાં જાઉં તો મારા નિવાસ સ્થાને પથ્થરમારો કરજો. આવું કહ્યા પછી એ રાજકારણમાં પેઠો અને હવે એણે સત્તાની લાલચમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે. વ્યસન મુક્તિનો ઝંડો લઈને નીકળેલા અલ્પેશથી સમાજ વ્યસન મુક્ત થઈ ગયો નથી.

સમાજમાં ઘણા એવા કામો છે, જે કરવા જેવા છે, જેમકે કુરિવાજો, બાળલગ્ન, લગ્નમાં થતાં ખોટા ખર્ચા, વિધવા બહેનોને પેન્શન, યુવા વર્ગને રોજગારી તથા સસ્તું શિક્ષણ દીકરીઓને ભણાવવા છાત્રાલયોની સ્થાપના, બક્ષી પંચને મળતા લાભો અપાવવા વગેરે કામો અલ્પેશે રાજકારણ બાજુએ મૂકી હાથ ઉપર લેવા જોઈતા હતા, પણ હવે તક જતી રહી છે.

હવે ઠાકોર સમાજ અલ્પેશ અને તેની મંડળીને નફરતથી જુએ છે, કેમકે સમાજની લાગણી ઉપર એણે ઠંડું પાણી રેડી દીધું છે. એણે ભાજપમાં જવા માટે સેનાની કોર કમિટીના નામે પોતે જ નિર્ણય લીધો હતો અને આ કમિટી એટલે સમગ્ર સમાજ, એવું માનવુ તદ્દન ભૂલભરેલું છે.

ઠાકોર સમાજ આવા સત્તાલાલચુ અને નેતાને ક્યારેય સ્વીકારવાનો નથી. હવે સમાજ આ કહેવાતા રાજકારણીનું રાજકારણ પૂરું કરી નાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન