alpesh says I will contest MLA directly from the MLA
  • Home
  • Ahmedabad
  • અલ્પેશના પેટમાં તેલ રેડાયું: હું MLAની અને હાર્દિક સીધી સાંસદની ચૂંટણી લડશે?

અલ્પેશના પેટમાં તેલ રેડાયું: હું MLAની અને હાર્દિક સીધી સાંસદની ચૂંટણી લડશે?

 | 2:52 am IST

પાસ કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પેટમાં તેલ રેડાયું છે, આ ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં જામી છે. આ કાર્યકરો કહે છે કે, અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્ત્વ અલ્પેશના બ્લેકમેલિંગને સહન કરતું રહ્યું પણ હવે આમાં હાર્દિક પણ જોડાવાનો છે.

અલ્પેશને પેટલમાં તેલ રેડાવાનું શરૂ એટલે થયું છે કે, જો કાયદાકીય આંટીઘૂંટી પાર કરી હાર્દિક ચૂંટણી લડે અને માની લો કે જીતી જાય તો તે સાંસદ બની જાય અને અલ્પેશ તો પોતે એક ધારાસભ્ય જ બની રહેશે.

સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં પોતાનું કદ ઘટશે તેની ચિંતા સતાવવાની શરૂ થઈ ચૂકી છે. આમેય પરપ્રાંતીયોને લઈ અલ્પેશ ઠાકોરે જે ભડકાઉ ભાષણ કર્યા હતા તેને લીધે ગુજરાતમાંથી એક લાખથી વધુ પરપ્રાંતીયોને હિજરત કરવી પડી હતી.

એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં ઠેર ઠેર હિંસા ફાટી નીકળી હતી. આ સમગ્ર બાબતને લઈને રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોરની ખૂબ નારાજ થયા હતા. આ ઘટનાક્રમ બાદ અલ્પેશ કોંગ્રેસ હાઈકમાન્ડની નજરમાંથી ઊતરી ગયો હતો. એક તબક્કે તો અલ્પેશ રાહુલને મળવા દિલ્હી દોડી ગયો હતો ત્યારે રાહુલ ગાંધીએ ધરાર મુલાકાત આપી નહોતી. કોંગ્રેસે અલ્પેશને બિહારનો સહપ્રભારી બનાવ્યો છે પરંતુ પરપ્રાંતીયોની ઘટના બાદ તે બિહાર જતાં ડરે છે એટલે કોંગ્રેસે સોંપેલી કામગીરી પણ કરતો નથી. પોતાની આ નકારાત્મક બાબતોથી ખુદ અલ્પેશ પણ સારી રીતે વાકેફ છે અને આ સ્થિતિમાં પોતાની રીતે જ આંદોલનના રવાડે ચઢીને કોંગ્રેસમાં જોડાયેલો હાર્દિક પોતાની મોટો ના થઈ જાય તેવી ચિંતા અલ્પેશને શરૂ થઈ છે.

ઊંઝા-તાલાલા પેટા ચૂંટણીના ઉમેદવારોને લઈ કોંગીની બેઠક મળશે

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ઊંઝા અને તાલાલા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બે બેઠકો પર ઉમેદવારોના નામોની ચર્ચા કરવા માટે ગુરુવારે કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળવાની છે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન