Alpesh Thakor and Dhavalsinh Zala Joine BJP at Kamalam Gandhinagar
  • Home
  • Featured
  • આખરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કેસરિયા કર્યા, જીતુ વાઘાણીએ પોંખ્યા

આખરે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કેસરિયા કર્યા, જીતુ વાઘાણીએ પોંખ્યા

 | 4:57 pm IST

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા આજે ગુરુવારે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારાણ કર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતે બંનેને કેસરીયો પહેરાવ્યો હતો.

આજે ગુરુવારે ભાજપમાં જોડાવવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓએ મોટી સંખ્યામાં તેમના સમર્થકોની સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતાં.

કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. બંને નેતાઓ ભાજપમાં જોડાયાનો જીતુ વાઘાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આરોપોની વણઝાર સરજી દીધી હતી. સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના ભારોભાર વખાણ કર્યા હતા. અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન