Alpesh Thakor flown lirelira Social Disgrace, Thakor Sena Targeted the Resignations
  • Home
  • Featured
  • અલ્પેશ ઠાકોરની આબરૂના લીરેલીરા ઉડ્યા, ઠાકોર સેનામાંથી ધડાધડ રાજીનામા

અલ્પેશ ઠાકોરની આબરૂના લીરેલીરા ઉડ્યા, ઠાકોર સેનામાંથી ધડાધડ રાજીનામા

 | 10:13 am IST

લોકસભાની ચૂંટણી સમયે જ અલ્પેશ ઠાકોરે કાચિંડાની જેમ રંગ બદલી કોંગ્રેસથી છેડો ફાડયો હતો અને ચૂંટણીમાં ભાજપને મદદ કરવા પ્રયાસ કર્યો હતો. જોકે અલ્પેશ ઠાકોરના કારણે ભાજપને કંઈ ખાસ ફાયદો થયો ન હતો, ભાજપ જંગી લીડથી બનાસકાંઠા બેઠક ઉપર જીત્યો હતો.

અલ્પેશ ઠાકોરની સત્તા લાલસાની નીતિના કારણે હવે તેની ઠાકોર સેનામાં ઠેર ઠેર રાજીનામાં પડી રહ્યા છે. રવિવારે ઠાકોર સેનાના મહેસાણા જિલ્લાના પ્રમુખ અને તેમના ટેકેદારોએ અલ્પેશની ઠાકોર સેનામાંથી છેડો ફાડયો છે અને રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના નામના નવા સંગઠનની રચના કરાઈ છે અને અલ્પેશ ઠાકોર ગદ્દાર છે તેવા આક્ષેપો કરાયા હતા.

રવિવારે મહેસાણા જિલ્લામાં ઠાકોર સેનાના આગેવાનોએ જ નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરી છે. ઠાકોર સેનાના મહેસાણા જિલ્લા પ્રમુખ અને હવે સેનાથી છેડો ફાડનારા રામજી ઠાકોર છેલ્લે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા.

અલ્પેશ ઠાકોરના કહેવાથી જ રામજી ઠાકોરને ટિકિટ અપાઈ હતી. મહત્ત્વનું છે કે, રામજી ઠાકોર ખેરાલુ બેઠક ઉપરથી ભૂંડી રીતે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના આ ઉમેદવાર અપક્ષ પછી ત્રીજા ક્રમે રહ્યા હતા.

હવે ખેરાલુ બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે, કારણ કે આ બેઠકના ભાજપના ધારાસભ્ય લોકસભા ચૂંટણીમાં વિજેતા થતાં, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નવી સેનાની રચના સાથે આગેવાનોએ અલ્પેશ ઠાકોર ગદ્દાર છે તેવા આક્ષેપો કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન