Alpesh Thakor's controversial video on social media goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આખા દેશમાં કોંગ્રેસનો રાજા છું હું, ધારૂં એને ટિકિટ અપાવી શકું! અલ્પેશ ઠાકોરનો બડાપો વાયરલ

VIDEO: આખા દેશમાં કોંગ્રેસનો રાજા છું હું, ધારૂં એને ટિકિટ અપાવી શકું! અલ્પેશ ઠાકોરનો બડાપો વાયરલ

 | 3:28 pm IST

અલ્પેશ ઠાકોરનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જ અલ્પેશ ઠાકોર એક જાહેર સભામાં સંબોધન કરી રહ્યા છે અને તેઓએ આ સભામાં એવી શેખી મારી કે હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું. ત્યારે આ વીડિયોથી અલ્પેશ ઠાકોર ભાજપનો ખેસ પહેરેલા જોવા મળી રહ્યા છે. જ્યાં ચાલીસથી પચાસ લોકોની હાજરીમાં તેઓ માઇક પર બોલતા નજરે પડી રહ્યા છેકે હું કોંગ્રેસમાં રાજા હતો અને ધારુ તેને દેશમાં ટિકિટ અપાવી શકતો હતો. ત્યારે આ વીડિયોના ઘણા અર્થ સરી રહ્યા છે.

તો બીજી બાજુ અલ્પેશ ઠાકોર અન્ય સભાઓમાં કોંગ્રેસને ખંડેર ગણાવી હતી. જેમાં અલ્પેશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખંડેર છે, જેમાં રાજા પણ ભૂખે મરે અને પ્રજા પણ ભૂખે મરે તેવા આકરા પ્રહારો કર્યા હતા.

રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી ફરીથી રાજનીતિ ગરમાઇ ગઇ છે. અલ્પેશ ઠાકોરના નિવેદનિ વિશે જ્યારે તેમના અમુક કાર્યકરોને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જઇને સૌથી મોટી ભૂલ કરી છે. અલ્પેશ જો કોંગ્રેસમાં રહ્યો હોત તો તે રાજા જ હતો, પરંતુ ભાજપમાં જઇને હવે અલ્પેશ બિલાડી થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન