ઠાકોર સેનાના યુવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ - Sandesh
  • Home
  • Gujarat
  • ઠાકોર સેનાના યુવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ

ઠાકોર સેનાના યુવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ

 | 8:05 pm IST

દાંતીવાડા તાલુકાના ઠાકોર સેનાના પ્રમુખ સુરેશ ઠાકોર અલ્પેશ ઠાકોરનો સાથ છોડી ગત બુધવારે વાઘરોલ ગામે કોંગ્રેસના વિજય મહાસંમેલનમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તો અમે જાહેરમાં ખુલ્લો વિરોધ કરીશું. સુરેશ ઠાકોરના આવા નિવેદનથી દાંતીવાડા તાલુકાની ઠાકોર સેનાના યુવાનો પણ લાલઘૂમ થયા છે અને સુરેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરી રહ્યા હોવાના મેસેજો વાઈરલ થઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાએ પણ અલ્પેશ ઠાકોર સામે બાંયો ચડાવી છે ત્યારે દાંતીવાડા તાલુકામાં ઠાકોર સેના પણ બે ભાગમાં વહેંચાઇ ગઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં દાંતીવાડા ઠાકોર સેનાના પ્રમુખ સુરેશ ઠાકોર અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરતા દાંતીવાડા તાલુકા ઠાકોર સેનાની ટીમ દ્વારા તેમનો સોશિયલ મીડિયામાં જાહેર વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે હાલમાં દાંતીવાડા તાલુકાના ઠાકોર સેનાના મતોનું કઈ પાર્ટી બાજુ પ્રભુત્વ રહશે તે તો સમય આવનારો સમય જ બતાવશે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા મતવિસ્તારમાં ઠાકોર સેનાના મતનો પ્રભુત્વ રહ્યું હતું અને જેના લીધે ધાનેરા વિધાનસભાની સીટ ભાજપને ખોવાનો વારો આવ્યો હતો તયારે ફ્રી પાછું દાંતીવાડા તાલુકા ઠાકોર સેના પ્રમુખ કોંગ્રેસમાં જોડાતા આગળનું વાતાવરણ કેવુ રહેશે તે જોવાનું રહ્યું.

ગત વિધાનસભાની ધાનેરા બેઠક પર ભાજપના નારાજ કાર્યકરો વધારે ઉમેદવારને લઈને નારાજ હતા. જેના કારણે અમુક કાર્યકરોએ ચોરી ચોરી ચુપકે ચુપકે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરતા હોવાના મેસેજો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.અને નારાજ ભાજપના કાર્યકરોનો ભોગ બનવાનો વારો આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડયો હતો.

અલ્પેશ ઠાકોર-સુરેશ ઠાકોરના વિરોધમાં વિવિધ મેસેજો ફરતા થયા

દાંતીવાડા ઠાકોર સેના પ્રમુખ કોંગ્રેસમાં જોડાતા જ સોશિયલ મીડિયામાં ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો જેમાં આ *હાથી તો વેચાઈ ગયો* *દાંતીવાડાની કાળી માછલી વીસ હજાર રૃપિયામાં વેચાઈ ગઈ* જેવા અનેક મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાલુકામાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન