alpesh thakur resigantion on congress-high-command-in-action
  • Home
  • Uncategorized
  • કોંગ્રેસ હાઈકમાન્ડ આકરા પાણીએ, અલ્પેશ ઠાકોરને બિહારનાં સહપ્રભારીપદેથી હટાવાયો

કોંગ્રેસ હાઈકમાન્ડ આકરા પાણીએ, અલ્પેશ ઠાકોરને બિહારનાં સહપ્રભારીપદેથી હટાવાયો

 | 11:33 am IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર મુદ્દે 48 કલાક બાદ કોંગ્રેસનું હાઇકમાન્ડ હરકતમાં આવ્યું છે. હાલ સમાચાર મળી રહ્યા છે કે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાન્ડે બિહારનાં સહપ્રભારી પદેથી હટાવી દીધો છે અને તેના સ્થાને અજય કપૂરની નિમણૂક કરવામાં આવી છે. તેના માટે દિલ્હીથી કોંગ્રેસ હાઇકમાન્ડે સમગ્ર વિવાદનો અહેવાલ માંગ્યો છે. એક બાજુ અલ્પેશ કહી રહ્યો છે કે મેં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે, તો કોંગ્રેસ કહી રહ્યું છે કે, અલ્પેશનું રાજીનામું હજી અમને મળ્યું નથી.

તમને જણાવી દઇએ કે, અલ્પેશ કહેવા પ્રમાણે તેને કોંગ્રેસનો સાથ છોડી દીધો છે, ત્યારબાદ ગઇકાલે (ગુરુવારે) બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ જોરશોરથી નિવેદનો આપ્યા બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. તેને લઇને આજે કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે, અને એવું કહેવાઇ રહ્યું છે કે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સસ્પેન્ડ કરી શકે છે.

હાલ કોંગ્રેસ ગુરુવારે અપક્ષ ઉમેદવાર માટે જે ચૂંટણી પ્રચાર કર્યો હતો, તેમાં અલ્પેશે જે પાર્ટી વિરોધી પ્રવૃતિ કરી છે, તેને લઇને તમામ બાબતોના પુરાવા એકત્રિત કોંગ્રેસ ભેગા કરી રહી છે. સસ્પેન્શન બાદ MLA પદેથી કોંગ્રેસ અલ્પેશને હટાવવાની પ્રક્રિયા હાથ ધરશે. જેના ભાગરૂપે એવું કહેવાઇ રહ્યું છે કે, કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે.

બીજી બાજુ અલ્પેશની વાત કરીએ તો, અલ્પેશ વિશ્વાઘાતના રોદણા વચ્ચે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની કબૂલાત કરે છે, તો કોંગ્રેસ પ્રમુખ કહી રહ્યા છે કે, અમને અલ્પેશનું કોઇ રાજીનામું હજી સુધી મળ્યું નથી.

હવે અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. અલ્પેશ ઠાકોર બિહારના સહ પ્રભારી અને રાષ્ટ્રીય સચિવ હોવાના કારણે અલ્પેશના રાજીનામા મુદ્દે અંતિમ નિર્ણય તો હાઇ કમાન્ડ જ કરશે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી છે કે તેમને હજુ સુધી અલ્પેશનું રાજીનામું મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન