alt balaji web series gandii baat 4 actress anveshi jain intro
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: એક સમયે શરીરનો બાંધો જોઈ લોકો કરતાં મજાક, આજે ઈન્ટરનેટ પર અભિનેત્રીનો સિક્કો પડે

PHOTOS: એક સમયે શરીરનો બાંધો જોઈ લોકો કરતાં મજાક, આજે ઈન્ટરનેટ પર અભિનેત્રીનો સિક્કો પડે

 | 8:13 pm IST
  • Share

અન્વેષી જૈન આજે ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2020માં ગુગલ પર સૌથી વધારે સર્ચ થવામાં અભિનેત્રી અન્વેષી રહી છે. અન્વેષી જૈન મૂળ મધ્યપ્રદેશના ખજુરાહોની રહેવાસી છે. તેમનું સ્કૂલનું શિક્ષણ ખજુરાહોથી પૂરું થયું. તે એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. એન્જિનિયરિંગ પછી તેણે એમબીએમાં પ્રવેશ મેળવ્યો.

કોલેજના દિવસોમાં અન્વેષી જૈનની બોડીની ખુબ મજાક ઉડાવવા આવતી હતી. તે દિવસોને યાદ કરતાં અભિનેત્રી કહે છે કે લોકો મારા શરીર વિશે એટલી ટિપ્પણી કરતા હતા કે હું જ મારા શરીરને નફરત કરવા લાગી હતી. એમબીએમાં પ્રવેશ લીધા પછી મેને લાગ્યું કે ફિલ્મોમાં કેમ ટ્રાય ન કરવી જોઈએ. પછી એમબીએ વચ્ચે જ છોડીને તે મુંબઈ ચાલી ગઈ. મુંબઈમાં તેમને ઓલ્ટ બાલાજીની બોલ્ડ વેબ સિરીઝ ગંદી બાતમાં કામ કરવાની તક મળી.

ગંદી બાતમાં તેણે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. એક એપિસોડમાં અન્વેષી જૈને અભિનેત્રી ફ્લોરા સૈની સાથે લેસ્બિયન સીન પણ કર્યા હતા. આ સીન વાયરલ થયો. ત્યાંથી જ અન્વેષી લોકપ્રિય થઈ. સોશિયલ મીડિયા પર આજે 30 લાખથી વધુ લોકો અન્વેષી જૈનને ફોલો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન