Altaf Hussain Wants To Live In India, Said - Owaisi Should Live In Pak
  • Home
  • Featured
  • પાકિસ્તાનનાં નેતાએ ભારતમાં માગ્યું શરણ, ઓવૈસીને કહ્યું- ભારત ના ગમતું હોય તો પાક. આવી જા

પાકિસ્તાનનાં નેતાએ ભારતમાં માગ્યું શરણ, ઓવૈસીને કહ્યું- ભારત ના ગમતું હોય તો પાક. આવી જા

 | 11:24 am IST

પાકિસ્તાન માંથી નીકાળવામાં આવેલા અને ઇંગ્લેન્ડમાં જીવન જીવી રહેલા પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટનાં પ્રમુખ અલ્તાફ હુસૈને ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. તેમણે પીએમ મોદીને કહ્યું છે કે તેઓ તેમને ભારતમાં શરણ આપે અથવા આર્થિક મદદ કરે. પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓનાં આરોપી અલ્તાફ હુસૈન અત્યારે લંડનમાં રહે છે.

એક પાકિસ્તાની ચેનલનાં પ્રમાણે, જામીનમાં છૂટ મળ્યા બાદ પહેલીવાર ભાષણ આપવા પહોંચેલા અલ્તાફ હુસૈને કહ્યું કે તેઓ ભારત જવા ઇચ્છે છે, જ્યાં તેમના પૂર્વજ રહે છે. તેમણે કહ્યું કે, “જો પીએમ મોદી મને ભારત આવવાની પરવાનગી આપે છે અને ત્યાં શરણ મળે છે તો પછી હું મારા સાથીઓ સાથે ત્યાં પહોંચી જઇશ. કેમકે મારા દાદાને ત્યાં દફનાવાયા છે. આ ઉપરાંત મારા હજારો સંબંધીઓને ત્યાં દફનાવવામાં આવ્યા છે. હું ભારતમાં તેમની મઝાર પર જવા ઇચ્છુ છું.”

અલ્તાફ હુસૈને એ પણ કહ્યું કે, “જો પીએમ મોદી મને ભારતમાં શરણ આપવાનું જોખમ ના ઉઠાવે તો પછી તેઓ ઓછામાં ઓછી મને પૈસાની મદદ કરી દે.” તેમણે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા કહ્યું કે, “જો તેમને ભારત પસંદ નથી તો તેઓ પાકિસ્તાન આવી જાય” અલ્તાફ હુસૈન 27 વર્ષ પહેલા પાકિસ્તાનથી ભાગીને લંડન આવી ગયા હતા. ત્યાંથી તેઓ પોતાની પાર્ટી મુત્તાહિદા કોમી મુવમેન્ટને કંટ્રોલ કરે છે. 1992માં તત્કાલીન પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોએ સેના મોકલીને કરાચીમાં એમક્યૂએમ અને તેના નેતાઓને ઠેકાણે લગાવ્યા હતા.

કહેવામાં આવે છે કે તે દિવસોમાં કરાચીમાં હજારો લોકો માર્યા ગયા. 1992માં અલ્તાફ હુસૈન પાકિસ્તાનમાં પોતાના જીવનું જોખમ હોવાનું કહીને બ્રિટેન આવી ગયા. 2002માં તેમને બ્રિટિશ નાગરિકતા મળી ગઈ. આ વ્યક્તિ પર એક-બે નહીં, પરંતુ પાકિસ્તાનમાં 3576 કેસ ચાલી રહ્યા છે. 2014માં તેમની હત્યાનાં મામલે લંડનમાં ધરપકડ થઈ હતી, પરંતુ ત્રીજા જ દિવસે તેમને છોડી મુકવામાં આવ્યા. કેટલાક લોકો અલ્તાફ હુસૈનને પીર પણ માને છે.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢમાં માવઠાને કારણે મગફળીના પાકને મોટું નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન