ટી૨૦ ફોર્મેટમાં કોહલી છ મહિનાથી રમ્યો નહીં હોવા છતાં એક ક્રમાંકનો ફાયદો થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ટી૨૦ ફોર્મેટમાં કોહલી છ મહિનાથી રમ્યો નહીં હોવા છતાં એક ક્રમાંકનો ફાયદો થયો

ટી૨૦ ફોર્મેટમાં કોહલી છ મહિનાથી રમ્યો નહીં હોવા છતાં એક ક્રમાંકનો ફાયદો થયો

 | 9:30 am IST
  • Share

આઇસીસી ટી૨૦ ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ભારતીય સુકાની વિરાટ કોહલીને એક ક્રમાંકનો ફાયદો થયો છે. તે હવે બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે પહોંચ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડના ડેવોન ફિલિપ કોન્વેને પાછળ રાખી દીધો છે. કોહલીના ૭૧૭ રેટિંગ પોઇન્ટ છે અને ડેવોન ૭૦૦ પોઇન્ટ ધરાવે છે. કોહલીએ છેલ્લી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ ઇંગ્લેન્ડ સામે ૨૦મી માર્ચે અમદાવાદમાં રમી હતી. બેટ્સમેનોમાં કોહલી ઉપરાંત લોકેશ રાહુલનો પણ ટોપ-૧૦માં સમાવેશ થાય છે. તે ૬૯૯ પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન હજુ પણ પ્રથમ સ્થાને જળવાઈ રહ્યો છે. પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ બીજા તથા ઓસ્ટ્રેલિયાનો સુકાની એરોન ફિન્ચ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. શ્રીલંકા સામે તાજેતરમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે ટોપ-૧૦માં પ્રવેશ કર્યો છે. તે ચાર ક્રમાંકના ફાયદા સાથે આઠમા ક્રમે પહોંચ્યો છે. બોલર્સમાં સાઉથ આફ્રિકાનો તબરેઝ શમ્સી પ્રથમ સ્થાને છે જેના ૭૭૫ પોઇન્ટ છે. ટોપ-૧૦ બોલર્સમાં ભારતનો એક પણ ખેલાડી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો