આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી-ટેસ્ટી 'આલુ ટિક્કી' - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી-ટેસ્ટી ‘આલુ ટિક્કી’

આ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી-ટેસ્ટી ‘આલુ ટિક્કી’

 | 7:40 pm IST

મોટાભાગે દરેક લોકોના ઘરમાં બધાને આલુ ટિક્કી ભાવતી હોય છે. પણ આ રેસિપી કેટલાક લોકોથી એકદમ ટેસ્ટી બને છે તો ઘણા લોકોથી સાવ ફિક્કી બનતી હોય છે જેથી ઘરના લોકોની ખાવાની મજા બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું જ કંઇક થતુ હોય તો તમે પણ નોંધી લો રીત અને આ રીતે ઘરે બનાવો ‘આલુ ટિક્કી’

સામગ્રી
-બટાકા 500 ગ્રામ
-વાટેલા આદું મરચા 2 ચમચી
-બ્રેડ સ્લાઈસ 3 નંગ
-કોથમીર
-મરચું
-મીઠું સ્વાદ મુજબ
-તેલ જરૂર મુજબ
-ગરમ મસાલો 1 ચમચી
-1 ચમચી લીંબુનો રસ

રીત
સૌ પ્રથમ બટાકાને બાફી લો. પછી છાલ ઉતારીને હાથ વડે મસળીને માવો બનાવો. ત્યારબાદ બ્રેડ પલાળીને નીચોવી નાંખો, અને તેમાં ભેળવી દો અને ઉપરનો મસાલો પણ નાખી દો. બાદમાં એની પેટીસ કે કટલેસ વાળો. અને તેને ગરમ તેલમાં તળી લો. ગુલાબી થાય તો બહાર કાઢી લો. પછી તેને લીલી કે તીખી ચટણી સાથે પીરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન