એલ્યુમિનિયમ 3000 ડોલર પ્રતિ ટનની 13 વર્ષોની ટોચ પર  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એલ્યુમિનિયમ 3000 ડોલર પ્રતિ ટનની 13 વર્ષોની ટોચ પર 

એલ્યુમિનિયમ 3000 ડોલર પ્રતિ ટનની 13 વર્ષોની ટોચ પર 

 | 2:00 am IST
  • Share

વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમના ભાવ ૧૩ વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. સોમવારે તેણે લંડન મેટલ એક્સ્ચેન્જ ખાતે ૩૦૦૦ ડોલર પ્રતિ ટનની નવી સપાટી દર્શાવી હતી. મેટલ છેલ્લાં ચાર મહિનાથી સતત સુધારાતરફી ચાલ દર્શાવી રહી છે. જેનું મુખ્ય કારણ સતત વધતી માગ સામે પુરવઠામાં ઊભા થયેલા અવરોધો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સપ્ટેમ્બર એલ્યુમિનિયમ વાયદો ૨ ટકા ઊછળી રૂ. ૨૩૫.૩૦ની ટોચ પર ટ્રેડ થયો હતો.

છેલ્લા ત્રણ સપ્તાહો દરમિયાન ૧૫ ટકાની વૃદ્ધિ બાદ સોમવારે મેટલમાં વધુ સુધારો જોવા મળ્યો હતો. ચીન ખાતે પ્રદૂષણ ઘટાડવાના તથા ઊર્જા બચાવવાના ભાગરૂપે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોક્સાઈટ ઉત્પાદન ગુએના ખાતે લશ્કરી ષડયંત્રને કારણે કાચી સામગ્રીના પુરવઠાને લઈને ચિંતા ઊભી થઈ છે. યુરોપિયન યુનિયન ખાતે પણ કાર્બન ક્રેડિટ અને પાવર ઈનપુટ્સ વિક્રમી ટોચ પર હોવાથી ભઠ્ઠીઓનો ખર્ચ વધી રહ્યો છે એમ ગોલ્ડમેન સાચે એક રિપોર્ટમાં જણાવ્યું છે. ગોલ્ડમેન સાચના એનાલિસ્ટ્સ નોંધે છે કે ચીન ખાતે તેમજ યુરોપ ખાતે એલ્યુમિનિયમ સપ્લાયને લઈને પોલિસી સંબંધી જોખમ વધી રહ્યું છે. બેંકને તાજેતરમાં ગુએના ખાતે થયેલા લશ્કરી બળવાને કારણે બોક્સાઈટના પુરવઠા પર કોઈ મોટી અસર નથી જણાતી. જોકે પ્રાદેશિત તણાવોને કારણે લોજિસ્ટિક સંબંધી અવરોધોમાં વૃદ્ધિ થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે. ચાલુ કેલેન્ડરના બાકીના સમયગાળામાં તેમજ ૨૦૨૨માં ઉદ્યોગે સપ્લાયમાં અવરોધોનો સામનો કરવાનો ચાલુ રહેશે એમ શિકાગો ખાતે મળેલી હાર્બોર એલ્યુમિનિયમ સમિટના ભાગ લેનારાઓનું કહેવું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન