એલ્યુમિનિયમના સ્ક્રેપની આયાત પર ચીન જુલાઈથી પતિબંધ મૂકશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એલ્યુમિનિયમના સ્ક્રેપની આયાત પર ચીન જુલાઈથી પતિબંધ મૂકશે

એલ્યુમિનિયમના સ્ક્રેપની આયાત પર ચીન જુલાઈથી પતિબંધ મૂકશે

 | 2:43 am IST
  • Share

નવી દિલ્હી :

ચીન વર્તમાન વર્ષે જુલાઈથી એલ્યૂમિનિયમના સ્ક્રેપની આયાત ઉપર પ્રતિંબધ મૂકવાનું મહત્ત્વનું પગલું લેશે. એલ્યુમિનિયમના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર ચીને રક્ષણાત્મક પગલાં રૂપે એલ્યુમિનિયમને ‘પ્રતિબંધિત આયાત યાદી’માં સામેલ કરવાની યોજના ઘડી છે. ચીનની આ યોજનાથી ભારતીય એલ્યુમ્નિયમના ઉત્પાદકો ચિંતિત છે. તેમનું માનવું છે કે ચીન દ્વારા એલ્યુમિનિયમના સ્ક્રેપ ઉપર સંપૂર્ણ પ્રતિંબધ મૂકવામાં આવી રહ્યો છે. બીજી બાજુએ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર જારી છે. આથી, ભારતમાં એલ્યુમિનિયમની ડમ્પિંગમાં વધારો થશે. ભારતના એશિયન દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (એફટીએ)ને કારણે સ્ક્રેપની આયાત ઉપર ૨.૫ ટકાની ઓછી આયાત જકાત હોવાથી ભારતમાં ડમ્પિંગ વધવાની ધારણા છે.   આયાતને કારણે વેદાંત લિમિટેડ, હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર હસ્તકની નેશનલ એલ્યુમિનિયમ કંપની (નાલ્કો) જેવા સ્થાનિક ઉત્પાદકોની બજાર હિસ્સેદારી ઘટી રહી છે. ૨૦૧૯ના નાણાકીય વર્ષમાં એલ્યુમિનિયમની ૬૦ ટકા સ્થાનિક માગ આયાત દ્વારા પૂરી થઈ હતી. એલ્યુમિનિયમ અને તેમાંથી બનેલા ઉત્પાદનોની આયાત ૨૦૧૯ના વર્ષમાં અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે (૨૩ લાખ ટન) પહોંચી હતી. આથી, રૂ.૪૦,૦૦૦ કરોડનું વિદેશી હૂંડિયામણ દેશ બહાર ગયું હતું. ૨૦૧૯ના વર્ષમાં સ્થાનિક એલ્યુમિનિયમ કંપનીઓનો બજારમાં હિસ્સો ઘટીને ૪૦ ટકા થયો હતો.   ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં એલ્યુમિનિયમની આયાત પૈકી મોટાભાગનો હિસ્સો એફટીએ દ્વારા આવે છે.  ચીનના સ્થાનિક એલ્યુમિનિયમ ઉદ્યોગને સરકારી સબસિડી મળે છે. આથી, તેમના સ્મેલ્ટર વૈશ્વિક ખર્ચ સાથોસાથ સ્પર્ધા કરવામાં સક્ષમ બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો