Alwar Court Declared All Accused Innocent In Pahlu khan Mob Lynching
  • Home
  • Featured
  • કથિત ‘સેક્યૂલર ગેંગ’ને અદાલતની લપડાક, પહલૂ ખાન કેસમાં તમામ આરોપી નિર્દોષ

કથિત ‘સેક્યૂલર ગેંગ’ને અદાલતની લપડાક, પહલૂ ખાન કેસમાં તમામ આરોપી નિર્દોષ

 | 7:04 pm IST

રાજસ્થાનનાં અલવરમાં પહલૂ ખાનની હત્યાનાં મામલે અલવર જિલ્લા અદાલતે બુધવારનાં પોતાનો ચુકાદો સંભળાવતા 6 આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. પહલૂ ખાનની હત્યાની ઘટનામાં 9 આરોપીઓને પકડવામાં આવ્યા હતા, જેમાં બે નાબાલિક છે. તમને જણાવી દઇએ કે ગૌતસ્કરીનાં શકમાં 1 એપ્રિલ 2017નાં કથિત ગૌરક્ષકોની ભીડ દ્વારા પહલૂ ખાનને મારવામાં આવ્યો હતો. ડેરી બિઝનેસ કરનારા પહલૂનું બે દિવસ બાદ મૃત્યુ થયું હતુ.

બીજી તરફ કૉર્ટનાં નિર્ણય પર પહલૂનાં દીકરા ઇર્શાદે અફસોસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, તે આ નિર્ણયથી ખુશ નથી અને આગળ અપીલ કરશે. ઉલ્લેખનીય છે કે જે સમયે પહલૂ ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે તે રાજસ્થાનમાં ગાય ખરીદ્યા બાદ હરિયાણા જઇ રહ્યો હતો. આ મામલો દેશભરની મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘણા સમય સુધી આ મુદ્દો રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષ બન્યો.

6 લોકોને આપવામાં આવી હતી ક્લીન ચિટ

આ કેસની ખાસ વાત એ છે કે 6 આરોપીઓને ક્લિન ચિટ આપવામાં આવી ચુકી હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, “સબૂતોનાં આધારે 6 આરોપીઓને ક્લિન ચિટ આપવામાં આવી.” તો પહલૂ ખાનનાં દીકરાએ આને દગો ગણાવ્યો અને કહ્યું કે તેમનો પરિવાર ફરીથી તપાસની માંગ કરશે. એડીજી (સીઆઈડી-સીબી) પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, “પહલૂ ખાન કેસની તપાસમાં 6 લોકોને ક્લિન ચિટ આપવામાં આવી છે. 9 અન્ય આરોપીઓને અપરાધિક આરોપોનો સામનો કરવો પડશે.”

આ વિડીયો પણ જુઓ: અનોખા સંયોગને લઇને આ વર્ષે રાખડીમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન