Alwar Gang Rape of Woman In Front Of Her Husband
  • Home
  • Featured
  • અલવર ગેંગરેપ પીડિતાની આપવીતી સાંભળી રૂંવાડા થઇ જશે અદ્ધર, પતિની સામે જ 3 કલાક સુધી…

અલવર ગેંગરેપ પીડિતાની આપવીતી સાંભળી રૂંવાડા થઇ જશે અદ્ધર, પતિની સામે જ 3 કલાક સુધી…

 | 1:13 pm IST

રાજસ્થાનના અલવરમાં ગેંગરેપની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. અલવરના થાનાગાજી વિસ્તારમાં એક મહિલાને તેના પતિની સામે જ ત્રણ કલાક સુધી દુષ્કર્મ આચર્યું અને આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો. વિરોધ કરતાં આરોપીઓએ મહિલા અને તેના પતિને ઢોર માર માર્યો હતો. મહિલા જ્યારે પોતાના પતિ સાથે બજાર સુધી શોપિંગ કરવા ગઇ હતી. આખી ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ આરોપીઓએ રેપ પીડિતાને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. પોલીસના મતે ગેંગરેપમાં સામેલ તમામ આરોપી ટ્રક ડ્રાઇવર અને હેલ્પર છે.

રેપ પીડિતાએ કહ્યું કે તેને આરોપીઓને જેટલા રોકયા, તેમણે તેટલી જ દરિંદગી કરી. પાંચેય આરોપીઓએ ત્રણ કલાક સુધી કેટલીય વખત મહિલા પર દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ પીડિતાને એક આરોપીએ ફોન કર્યો અને રેકોર્ડ કરાયેલાં 11 વીડિયો લીક ના કરવાની અવેજમાં પૈસાની પણ માંગણી કરી.

ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બીજા બે આરોપીઓની ધરપકડ માટે પોલીસની કેટલીય ટીમો શોધ કરી રહી છે. થાનાગાજી પોલીસ સ્ટેશનને એસઓને સસ્પેન્ડ કરી દેવાયા છે અને અલવરના એસપીને કેસ ટ્રાન્સફર કરી દેવાયો છે.

પીડિતાના દિયરે કહ્યું કે મારો ભાઇ જયપુરમાં કામ કરે છે અને ભાભી થાનાગાજી સ્થિત પોતાના પિયરમાં રહે છે. 26મી એપ્રિલના રોજ શોપિંગ માટે બંને ગયા હતા. બંને પોતાના બાઇક પર હતા ત્યારે બીજા બે બાઇક પર સવાર પાંચ યુવકો તેમનો પીછો કરવા લાગ્યા. સુમસાન વિસ્તાર આવતા જ તેમણે જબરદસ્તી બાઇક રોકાવ્યું અને તેને નજીકના ખાડામાં પાડી દીધું. ત્યારબાદ બંનેને ખેંચીને રોડની નીચે રેતના ઢગલાની પાછળ લઇ ગયા.

રેતીના ઢગલા પાછળ કપલના કપડાં ઉતરાવ્યા અને તેનો વીડિયો રેકોર્ડિંગ કર્યું. મહિલાના દિયરે કહ્યું કે પાંચેય લોકોએ મારા ભાઇને ડંડાથી પીટવાનું શરૂ કરી દીધું. ભાભીએ ભાઇને બચાવાનો પ્રયાસ કર્યો તો તેને ખૂબ મારી. પોતાના પતિને બચાવા માટે તેણે સરેન્ડર કરી દીધું. ત્યારબાદ વારંવાર આ પાંચેય નરાધમોએ દરિંદગી કરી. આ બધું જ ત્રણ કલાક સુધી ચાલ્યું. જતા-જતા તેમણે બંને પાસેથી 2000 રૂપિયા પણ લૂંટી લીધા. મારી ભાભીએ આ ઘટના બાદ બાઇકમાં ધક્કો માર્યો અને બંને રસ્તા ઉપર લઇ આવ્યા. બંને ખૂબ જ આઘાતમાં આવી ચૂકયા હતા. તેમણે ત્રણ દિવસ બાદ આ અંગે જણાવ્યું. આરોપીઓમાંથી એક પછી એક બધાએ કપલ પાસે ફોન કરી 9000 રૂપિયાની ખંડણી માંગી. પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી. આરોપીઓએ સોમવારના રોજ સોશિયલ મીડિયા પર ઘટનાનો એક વીડિયો વાયરલ પણ કરી દીધો.

ગેંગરેપમાં સામેલ એક આરોપીની ઓળખ ટ્રક ડ્રાઇવર ઇન્દ્રરાજ ગુર્જર તરીકે થઇ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ આરોપીઓની ઉંમર 20-25ની વચ્ચે છે. પોલીસે કહ્યું કે એક તો 20 વર્ષનો મુકેશ ગુર્જર નામનો શખ્સ કે જેને ગેંગરેપનો વીડિયો અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરાઇ છે.

આ Video પણ જુઓ: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને CM રૂપાણી વચ્ચે બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન