Always Demonising PM Modi Wrong: Shashi Tharoor
  • Home
  • Featured
  • કોંગ્રેસના નેતાએ કહ્યું કે હું 6 વર્ષ પહેલાં નહોતો કહેતો કે નરેન્દ્ર મોદી…

કોંગ્રેસના નેતાએ કહ્યું કે હું 6 વર્ષ પહેલાં નહોતો કહેતો કે નરેન્દ્ર મોદી…

 | 5:02 pm IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ શરૂરે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો સારું કામ કરે છે તો તેની પ્રશંસા થવી જોઇએ. તેમણે કહ્યું કે આનાથી જ્યારે પીએમ મોદી ભૂલ કરશે તો આપણી આલોચનાઓને વિશ્વસનીયતા મળશે. થરૂરનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે કોંગ્રેસના બે મોટા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ખલનાયક’ની જેમ રજૂ કરવાનું ખોટું ગણાવ્યું છે.

થરૂરે એક ટ્વીટના જવાબમાં ટ્વીટ કરી કે જો તમે જાણતા હોવ તો મેં 6 વર્ષ પહેલાં જ કહ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી કંઇ સારું કહે અથવા સારું કરે તો તેમની પ્રશંસા થવી જોઇએ. જ્યારે પીએમ મોદી ભૂલ કરશે તો આપણી આલોચનાને વિશ્વસનીયતા મળશે. હું એ વાતનું સ્વાગત કરું છું કે વિપક્ષના અન્ય નેતા પણ તેમની જેમ જ વિચારવા લાગ્યા છે જે મેં પહેલાં કહ્યું હતું.

આપને જણાવી દઇએ કે સીનિયર કોંગ્રેસ નેતા જયરામ રમેશ બાદ હવે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે પીએમ મોદીને ખલનાયકની જેમ રજૂ કરવા ખોટું છે અને આમ કરીને વિપક્ષ એક રીતે તેની મદદ કરે છે. આની પહેલાં જયરામ રમેશે કહ્યું હતું કે પીએમ મોદીના કામના મહત્વને સ્વીકાર નહીં કરતા અને દરેક સમયે તેમને ખલનાયકની જેમ જ રજૂ કરવાથી કંઇ પ્રાપ્ત થવાનું નથી.

‘મુદ્દા પર થાય કામનું મૂલ્યાંકન’

સિંઘવીએ રમેશના નિવેદનનો હવાલો આપતા ટ્વીટ કરી, મેં હંમેશા કહ્યું છે કે મોદીને ખલનાયકની જેમ રજૂ કરવું ખોટું છે. માત્ર એટલા માટે નહીં કે તેઓ દેશના વડાપ્રધાન છે, પરંતુ આમ કરીને એક રીતે વિપક્ષ તેમની મદદ કરે છે. સિંઘવીએ કહ્યું કે કામ હંમેશા સારું, ખરાબ કે મામૂલી હોય છે. કામનું મૂલ્યાંકન વ્યક્તિ નહીં પરંતુ મુદ્દાના આધાર પર થવું જોઇએ. જેમ ઉજ્જવલા યોજના એક સારા કામમાંથી એક છે.

‘ મોદી શાસન સંપૂર્ણપણે નકારાત્મક ગાથા નથી’

આપને જણાવી દઇએ કે જયરામ એ બુધવારના રોજ કહ્યું હતું કે એ સમય છે કે મોદીનું કામ અને 2014 થી 2019ની વચ્ચે તેમણે જે કર્યું તેના મહત્વને સમજીએ, જેના લીધે તેઓ સત્તામાં પાછા ફર્યા. તેમણે કહ્યું કે શાસનનું મોડલ ‘સંપૂર્ણપણે નકારાત્મક ગાથા’ નથી. તેમણે રાજકીય નિષ્ણાત કપિલ સતીશ કોમેરેડ્ડીના પુસ્તક ‘માલવૉલેંટ રિપલ્બિક: અ શૉર્ટ હિસ્ટ્રી ઓફ ધ ન્યુ ઇન્ડિયા’નું વિમોચન કરતાં આ ટિપ્પણીઓ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન