always follow this skin rules for your healthy skin
  • Home
  • Fashion & Beauty
  • આંધળા ભક્ત ન બનતા, આ 5 સ્કીન રુલ્સ મગજમાં યાદ રાખી લો

આંધળા ભક્ત ન બનતા, આ 5 સ્કીન રુલ્સ મગજમાં યાદ રાખી લો

 | 12:51 pm IST

જ્યારે પણ સુંદરતાને નિખારવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો ઈન્ટરનેટ પર ટિપ્સ શોધવામાં લાગે છે. પરંતુ જરૂરી નથી કે, આ બધી જ ટિપ્સ કામની હોય અને તમને ફાયદો પહોંચાડતી હોય. આ ટિપ્સ પર આંખ બંધ કરીને ભરોસો કરતા પહેલા તમારી સ્કીન ટાઈપ, સેન્સીટિવિટી અને ટેક્સચરને જરૂર ધ્યાનમાં રાખી લેજો. સ્કીન કેર સાથે જોડાયેલી આ પાંચ ભૂલ વિશએ જરૂર જાણી લેજો, જે તમને નુકશાન પહોંચાડી રહી છે.

આંધળા ભક્ત બનવું
ઈન્ટરનેટે આપણા માટે અનેક દરવાજા ખોલી આપ્યા છે, પણ સાચો દરવાજો કયો છે તે તમારે નક્કી કરવાનું છે. જ્યારે તમારો કોઈ ફેક્ટર એક્ટર કે એક્ટ્રેસ નવી બ્યુટી પ્રોડક્ટની જાહેરાત કરતો દેખાય તો તરત તેને ખરીદવા પાછળ ન ભાગતા. પહેલા તેનું સેમ્પલ સ્કીન પર લગાવજો. જો તે સ્કીન પર સૂટ કરે તો જ તેને ખરીદવુ.

એક્સપાયરી ડેટ ન વાંચવાની આદત
જ્યારે પણ બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદો તો તેમની એક્સપાયરી ડેટ જરૂર ચેક કરી લેવી. ખાસ કરીને સ્કીન કેર પ્રોડક્ટ્સમાં એક્ટિવ ઈન્ગ્રેડિયન્ટ્સ હોય છે, જે નિયત સમય બાદ ખરાબ થવા લાગે છે. આવા પ્રોડક્ટ્સને તરત ફેંકી દો. ભૂલથી પણ ઉપયોગમાં ન લેતા.

મેકઅપ ઉતારવાની ઝંઝટ
જ્યારે પણ મેકઅપ લગાવો, તો તેને ઉતારવાનું ન ભૂલતા. જો તમે મેકઅપ નથી ઉતારતા, તો રાતભર તે તમારી ત્વચામાં શોષવાનું કામ કરશે. જેનું પરિણામ ઈરિટેશન, પિંપલ્સ અને ડ્રાયનેસ હોઈ શકે છે.

નવા નવા બ્યૂટી પ્રોડક્ટ્સ ટ્રાય કરવું
કોઈ નવી બ્યૂટી પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે છે, અને તમે તેને ઉપયોગ કરવા દોડી જાઓ તેવું ક્યારેય ન કરતા. નવા નવા બ્યૂટી પ્રોડક્ટસ સામે ભાગશો નહિ. આવું કરીને તમે સ્કીન પ્રોબ્લમન્સને આમંત્રણ આપી રહ્યા છો.