Aman Khalili, who drove Joe Biden to safety, rescued from Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાનમાં ખતરનાક જગ્યા પર ફસાઇ ગયા હતા બાઇડેન, આ શખ્સે બચાવ્યો હતો જીવ

અફઘાનિસ્તાનમાં ખતરનાક જગ્યા પર ફસાઇ ગયા હતા બાઇડેન, આ શખ્સે બચાવ્યો હતો જીવ

 | 3:08 pm IST
  • Share

  • અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાના અનુવાદક અમન ખલીલી દેશ છોડીને નીકળવામાં સફળ

  • અમન ખલીલી એ એક સમયે જો બાઇડેનનો જીવ બચાવ્યો હતો

  • 2008માં અફઘાનિસ્તાનમાં અમન ખલીલી બાઇડેનને બચાવ્યા હતા

     

અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની સાથે અનુવાદક (Interpreter) તરીકે કામ કરનાર અમન ખલીલી દેશ છોડીને નીકળવામાં સફળ રહ્યા. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. અમન ખલીલી એ જ શખ્સ છે જેમણે એક સમયે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનનો જીવ બચાવ્યો હતો. આવો જાણીએ આખો કિસ્સો…

વાત એમ છે કે આ ઘટના 2008ના વર્ષની છે તે સમયે જો બાઇડેન રાષ્ટ્રપતિ નહોતા. ત્યારે અમન ખલીલી એક બરફના તોફનથી બાઇડેનનો જીવ બચાવ્યો હતો. ખલીલી અમેરિકન સેનાના એ અફઘાન કર્મચારીઓમાં સામલે હતા જેમણે તેમને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી. અમન ખલીલી 2008માં અમેરિકન સેના માટે અફઘાનિસ્તાનમાં અનુવાદક તરીકે કામ કરતા હતા. ત્યારે જો બાઇડેન સેનેટર હતા. તેમણે આ દરમ્યાન પોતાના બે અન્ય સાંસદ સાથીઓની સાથે અફઘાનિસ્તાનની મુલાકાત કરી હતી. બાઇડેન સાથીદારો સાથે જ્યારે હેલિકોપ્ટરથી પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ બરફના તોફાનમાં ફસાઇ ગયા. તેના લીધે હેલિકોપ્ટરને એક દૂર વેરાન વિસ્તારમાં લેન્ડ કરવું પડ્યું. ત્યાં તેમના પર હુમલાનો ખતરો હતો.

તે સમયે અમન ખલીલી એ ટીમનો હિસ્સો બન્યા હતા જ્યાં બાઇડેન સહિત બીજા સાંસદોને બચાવા માટે મોકલવામાં આવ્યા હતા. એવામાં હવે જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે. તો અમેરિકા પોતાની સેનાની સાથે કામ કરનાર અફઘાનીઓને દેશમાંથી બહાર સુરક્ષિત કાઢી રહ્યા છે. જેમાં ખલીલી પણ સામેલ છે.

તાલિબાને સત્તા સંભાળતા જ હજારો અફઘાનીઓએ દેશ છોડવાની કોશિશ કરી. ખલીલી અને તેમના પરિવારે પણ વીઝા માટે અપ્લાય કર્યું. પરંતુ તેમને વીઝા મળ્યા નહીં, તેને લઇ તમામ પ્રકારના પ્રશ્નો ઉભા થયા હતા. જો કે હવે ખલીલી અને તેમનો પરિવાર અફઘાનિસ્તાનમાંથી સકુશળ બહાર નીકળી ચૂકયો છે.

અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે જમીનના રસ્તે ખલીલી અને તેમનો પરિવાર પહેલાં પાકિસ્તાન પહોંચ્યો પછી તેમને અમેરિકન વિમાનથી કતરના દોહા લઇ આવ્યા. જ્યાં તમામ શરણાર્થી વીઝા મળવાની રાહ જોઇ રહ્યા છે. આની પહેલાં ખલીલીએ બાઇડેન પાસે મદદ માંગી હતી. ખલીલીએ પત્ની અને પાંચ બાળકોને બચાવા માટે મદદ માંગી હતી. ખલીલીએ સીએનએનને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તેઓ બધું જ કરી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો