Amarinder Singh Attack On Navjot Singh Sidhu For Election Result 2019
  • Home
  • Featured
  • ચૂંટણી પરિણામો પર ભડકયા અમરિંદર, પાર્ટીને કહી દીધું – સિદ્ધુ અથવા તો હું બેમાંથી એકને પસંદ કરો

ચૂંટણી પરિણામો પર ભડકયા અમરિંદર, પાર્ટીને કહી દીધું – સિદ્ધુ અથવા તો હું બેમાંથી એકને પસંદ કરો

 | 9:39 am IST

લોકસભા ચૂંટણી 2019નો જનાદેશ આવી ગયો છે, નરેન્દ્ર મોદી એકવખત ફરીથી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. ભાજપની આ જીતથી વિપક્ષમાં હલચલ મચી ગઇ છે, સૌથી મોટો પ્રશ્ન તો પંજાબમાં થયો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ હાર માટે નવજોત સિંહ સિદ્ધુને જવાબદાર ગણાવ્યા હતા. હવે તેમના પર વધુ પ્રહારો કરી રહ્યા છે. અમરિંદરે પાર્ટી નેતૃત્વને કહી દીધું કે તેઓ સિદ્ધુ અને તેમાંથી કોઇ એકને પસંદ કરે.

સૂત્રોનું માનીએ તો કેપ્ટન અમરિંદરે કેન્દ્રીય નેતૃત્વને કહી દીધું કે નવજોત સિંહ સિદ્ધુના લીધે પંજાબ અને અન્ય રાજ્યોમાં પાર્ટીને ઘણું નુકસાન થયું છે. હવે પાર્ટીએ તેમને અથવા નવજોત સિંહ સિદ્ઘુમાંથી કોઇ એકને પસંદ કરવા પડશે.

કેપ્ટને કહ્યું કે કાં તો સિદ્ધુને પાર્ટીમાંથી બહાર કરી દો નહીં તો પંજાબમાંથી હટાવી દિલ્હીમાં તેમને કોઇ જવાબદારી સોંપી દો. પરંતુ તેની સાથે જ તેમણે જોર લગાવી કહ્યું કે સિદ્ધુને પાર્ટીમાંથી બહાર કરવું જ શ્રેષ્ઠ હશે.

આપને જણાવી દઇએ કે પંજાબમાં કોંગ્રેસને 13માંથી 8 સીટો, ભાજપ-અકાલી દળને 4 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળી છે. કોંગ્રેસને દાવો હતો કે તેઓ પંજાબમાં આ વખતે તમામ 13 સીટો પર જીત નોંધાવશે.

‘બાજવાને ગળે લગાવા પડ્યા મોંઘા’
ગુરૂવારે જ્યારે પરિણામો આવ્યા ત્યારબાદથી જ કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પર હારનું ઠીકરું ફોડ્યું હતું. અમરિંદર સિંહે કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ઘુનું પાકિસ્તાની સેનાના પ્રમુખ જાવેદ બાજવાને ગળે મળવું પાર્ટીને મોંઘુ પડ્યુ. કોઇપણ હિન્દુસ્તાનીને આ વાત ગમી નહોતી.

નવજોત સિંહ સિદ્ધુને લઇ માત્ર પાર્ટીમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ પ્રહારો થયા છે. તેમણે પહેલાં કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારે છે તો તેઓ રાજકારણ છોડી દેશે. હવે રાહુલ અમેઠીમાંથી હારી ગયા છે. એવામાં સોશિયલ મીડિયા પર લોકો તેમને જૂનું નિવેદન યાદ અપાવી રહ્યા છે.

આ Video પણ જુઓ: ચૂંટણી પરિણામ બાદ પંજાબ કોંગ્રેસમાં વિવાદ સપાટીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન