અમરનાથ આતંકી હુમલાને લઇને સામે આવી ચોંકાવનારી વાતો, જાણો એક ક્લિક પર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરનાથ આતંકી હુમલાને લઇને સામે આવી ચોંકાવનારી વાતો, જાણો એક ક્લિક પર

અમરનાથ આતંકી હુમલાને લઇને સામે આવી ચોંકાવનારી વાતો, જાણો એક ક્લિક પર

 | 3:45 pm IST

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલામાં પાંચ મહિલાઓ સહિત સાત ગુજરાતી યાત્રાળુઓના અમરનાથ યાત્રામાં મોત થયા છે. ગઇકાલે રાત્રે 8:20 વાગ્યે આતંકવાદીઓએ પોલીસની બખ્તરબંધ કાર પર હુમલો કર્યો. જ્યારે પોલીસે જવાબી કાર્યવાહી કરી ગોળીબાર કરતાં આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીઓથી ભાગી ગયા હતા. ઘટનાના સમયે યાત્રાળુઓને લઇને જતી બસ રાજમાર્ગ પર હતી. શ્રદ્ધાળુ અમરનાથ ગુફાના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. પોલીસે દાવો કર્યો કે બસ ચાલકે તીર્થયાત્રાના નિયમોનું ઉલ્લંઘન કર્યું કારણ કે રાતે સાત વાગ્યા પછી કોઇપણ યાત્રી વાગનને આ રસ્તા પરથી પસાર થવાની સહમતિ નથી હોતી.

સામે આવી કેટલીક ચોંકાવનારી વાતો:
– ટોચના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે કાશ્મીરમાં ગઇકાલે રાત્રે આતંકી હુમલાનો શિકાર યાત્રાળુઓથી ભરેલી બસના ચાલક અને તેમના યાત્રાળુઓએ ‘ગેરજવાબદાર ભર્યું’ પગલું ઉઠાવ્યું
– અધિકારીઓએ કહ્યું કે બસે અમરનાથ શ્રાઇન બોર્ડમાં રજીસ્ટર્ડ કરાવ્યું નહોતું અને ન તો સુરક્ષાના માપદંડોનું પાલન કરી રહી હતી જે આતંકી ખતરાને જોતા તીર્થયાત્રા માટે જરૂરી છે
– ગુજરાતના રજીસ્ટર્ડવાળી GJ-09Z 9976 વાળી બસમાં સવાર લોકોએ યાત્રા બે દિવસ પહેલાં પૂરી કરી લીધી હતી અને ત્યારથી તેઓ જમ્મુ અને પહેલગામની વચ્ચે અમરનાથ યાત્રાના વાહનવાળા માર્ગથી હટીને શ્રીનગરમાં હતા
– અમરનાથ યાત્રીઓને લઇને જઇ રહેલ તમામ વાહનોના કાફલામાં જતા સમયે સુરક્ષા કવર આપવામાં આવે છે પરંતુ સુરક્ષા એજન્સીઓને આ બસ જવા અંગે કોઇ માહિતી નહોતી
– પહેલાગામથી જમ્મુની તરફ જતા વાહનોનું સામાન્ય રીતે સમય સવારનો હોય છે કારણ કે અધિકારી સુનિશ્ચિત કરે છે કે તેઓ દિવસમાં એક વાગ્યા સુધીમાં કાશ્મીર છોડી દે. અધિકારીઓએ કહ્યું કે આજની ઘટનાને જોતા સુરક્ષા ઉપાયોની ફરીથી સમીક્ષા કરાશે