અમરસિંહનાં કારણે શ્રીદેવી નહોતી જતી 'મોટા પરિવાર'નાં ઘરે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમરસિંહનાં કારણે શ્રીદેવી નહોતી જતી ‘મોટા પરિવાર’નાં ઘરે

અમરસિંહનાં કારણે શ્રીદેવી નહોતી જતી ‘મોટા પરિવાર’નાં ઘરે

 | 5:31 pm IST

પૂર્વ સપા નેતા અમરસિંહે પોતાની દિવંગત દોસ્ત શ્રીદેવીને યાદ કરતા તેમની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ શેર કર્યા હતા. કિસ્સાઓ શેર કરતા દરમિયાન અમરસિંહ ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
અમરસિંહે કહ્યું કે, “જે ઇન્ડસ્ટ્રીમાં લોકો એકબીજાનો ઉપયોગ કરે છે, બીજાને પોતાના પગથિયા બનાવીને ઉપર ચડે છે અને પછી પાછળ ફરીને જોતા નથી ત્યાં શ્રીદેવીનું બીજાઓ તરફ આભારી હોવું, રોજ પોતાના બાળકોને જણાવવું કે આ જે વ્યક્તિ અમરસિંહ છે તેણે આપણા પરિવાર માટે શું શું કર્યું છે? આ ભાવ શ્રીદેવીને બીજા લોકો કરતા અલગ બનાવે છે.”

અમરસિંહે વધુમાં કહ્યું કે, “ઘણાં ઓછા લોકો એવા હોય છે જે તમને દુ:ખી કરનારાઓથી દૂર થઇ જતા હોય છે. મુંબઇનો એક મોટો પરિવાર છે, જે દર વર્ષે હોળી અને દિવાળી મનાવે છે. તે પરિવારના સભ્યો દર વર્ષે શ્રીદેવીને આમંત્રિત કરતા હતા, પરંતુ શ્રીદેવી ત્યાં જતી નહોતી. શ્રીદેવી હંમેશા કહેતી કે જ્યારે આ પરિવાર સાથે તમારા (અમરસિંહ)નાં સંબંધો સારા થઇ જશે ત્યારે તમારી સાથે ત્યાં જઇશ. તેમનો મતલબ હતો જે મારો શત્રૂ તે તેમનો શત્રૂ, જે મારો સ્નેહી તે તેમનો સ્નેહી.”