શિયાળામાં ભરપૂર ખાઓ આમળા, અને બચી જાઓ આ બીમારીઓથી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શિયાળામાં ભરપૂર ખાઓ આમળા, અને બચી જાઓ આ બીમારીઓથી

શિયાળામાં ભરપૂર ખાઓ આમળા, અને બચી જાઓ આ બીમારીઓથી

 | 11:44 am IST

આયુર્વેદમાં આમળાને આમલકી કહેવામાં આવે છે. આમળા વિટામીન-સીનું ઉત્તમ માધ્યમ છે. તેનામાં ગેલિક એસિડ,એલેજિક એસિડ અને ટૈનિંસ પણ હોય છે. આમળામાં રહેલા ટૈનિંસને કારણે જ તે સૂકાઈ જવા છતાં તેમાં રહેલું વિટામીન-સી નષ્ટ થતું નથી. લીવર સંબંધિત રોગોમાં આમળા અત્યંત ઉપયોગી સાબિત થાય છે. કાયાકલ્પ તથા આયુર્વેદિક દવાઓમાં આમળા મુખ્ય ઘટક હોય છે.

ડાયાબિટીસ
આમળામાં ક્રોમિયમ તત્વો હોય છે. જે ડાયાબિટીસ માટે લાભકારી માનવામાં આવે છે. રોજ આમળાનું સેવન લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરે છે. સાથે જ આમળા ખરાબ કોલેસ્ટ્રોલને ખતમ કરી સારા કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કરે છે.

મજબૂત હાડકાંઓ
આમળાનાં સેવનથી હાડકાં મજબૂત થાય છે અને તેને તાકાત પણ મળે છે. આમળાનું સેવન કરવાથી ઓસ્ટ્રોપોરોસિસ અને સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.

આંખની બીમારીઓ
આમળાનો રસ આંખો માટે લાભકારી છે. આ આંખોની રોશનીને તેજ કરે છે અને મોતિયાબિંદ, રતોંધી, આંખોમાં દુખાવો જેવી પરેશાનીઓને દૂર કરે છે.

પાચનક્રિયામાં મદદ
આમળાનું સેવન કરવાથી ભોજન સહેલાઈથી પચી જાય છે. તેથી ખાવામાં રોજ આમળાની ચટણી, મુરબ્બો, અથાણું, રસ, ચૂરણ વગેરે ઉમેરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન