amazing-ways-use-garlic-hair-growth
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હેરફૉલથી લઈને વાળની દરેક સમસ્યા દૂર કરશે લસણની એક કળી!

હેરફૉલથી લઈને વાળની દરેક સમસ્યા દૂર કરશે લસણની એક કળી!

 | 3:21 pm IST

જમવામાં સ્વાદ વધારવા માટે લસણ વિશે તો દરેક લોકોએ સાંભળ્યું હશે. જમવાનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ કરીએ છીએ, તે સિવાય તેમાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ હોય છે. જે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. લસણમાં એન્ટી-બેક્ટીરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી ઓક્સિડેંટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરની બિમારીઓ સિવાય આપણા સૌંદર્ય વધારવા માટે પણ ફાયદાકારક છે. જે લોકો હેયરફોલની સમસ્યાથી પરેશાન હોય તેના માટે લસણનું તેલ ઘણું ફાયદારૂપ છે. બાળ ખરવા પાછળ ઘણા કારણો હોય છે. તે શરીરમાં ઘણા પ્રકારની કમીના સંકેત આપે છે. લસણ ખાવા સિવાય તેનું પેસ્ટ અને તેલથી તમે તમારા વાળનો ગ્રોથ ફરીથી વધારી શકાય છે. લસણમાં કેલ્શિયમ, જિંક અને સલ્ફર હોય છે જે વાળોનો ગ્રોથમાં મદદ કરે છે.

આવો જાણીઓ કેવી રીતે લસણથી તમે ખરતા વાળને રોકી શકો છો.

ડુંગળી, લસણ અને તજ
લસણ, ડુંગળી અને તજનું પેસ્ટ વાળના ખોખલા થઈ ચૂકેલા મૂડિયાને ફરીથી પુનજીર્વિત કરી દે છે. તેને અઠવાડિયામાં બે વખત લગાવવાથી વાળ ફરીથી ચમકદાર અને ઘાટા બને છે. આ પેસ્ટને બનાવવા માટે એક નાની ડુંગળી, 2 લોંગ, એક ટુકડો તજ અને બે કપ પાણી લો, તમામને એક વાસણમાં નાંખીને 15 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં 15 મિનિટ સુધી લગાવો. આ પેસ્ટ લગાવ્યા બાદ વાળને નવશેકા પાણીથી ધોઈ નાંખો.

લસણ અને મધ
લસણમાં વિટામિન સી હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે. તેનો ઉપયોગ કરવા માટે લસણની પેસ્ટ બનાવીને તેમાં મધ નાંખો. આ પેસ્ટને વાળ અને સ્કેલ્પ પર 30 મિનિટ સુધી રાખો. ત્યારબાદ વાળ ધોઈ નાંખો. વાળ ખરવાની સમસ્યાનું નિવારણ કરવા માટે લસણના શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકાય છે,

લસણ અને આદૂ
આદૂ અને લસણ બન્ને વાળના ગ્રોથ વધારવા માટે મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે આદૂ અને લસણની પીસીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કેરિયર ઓયલમાં ત્યાં સુધી ગરમ કરો જ્યા સુધી તેનો રંગ બ્રાઉન ના થઈ જાય. હવે તેલને ઠંડું થવા દો અને તેમાંથી પલ્પ કાઢી લો. હવે બચેલા તેલથી 15 મિનિટ સુધી સ્કેલ્પ પર મસાજ કરો. તેને 30 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમારા વાળને ધોઈ નાંખો.

લસણ અને તેલ
લસણના તેલમાં સલ્ફર હોય છે જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાળની દેખરેખ માટે સલ્ફર મદદરૂપ થાય છે. આ કેરેટિન માટે બ્લોક બનાવવામાં મદદ કરે છે, જે વાળના ગ્રોથ માટે ફાયદારૂપ હોય છે.

લસણ અને નારિયેળનું તેલ
લસણની કળીઓને પીસીને પેસ્ટ બનાવી લો. તેને હલ્કા ગરમ નારિયેળમાં તેલમાં મિલાવો. હવે આ તેલથી સ્કેલ્પ અને વાળ પર મસાજ કરો. આ તેલને 30 મિનિટ સુધી વાળો પર લાગ્યા રહેવા દો, ત્યારબાદ વાળને ધોઈ નાંખો.