એમેઝોન કેનેડા ત્રિરંગાની પ્રિન્ટવાળા ડોરમેટ વેચતા સુષ્મા સ્વરાજ લાલચોળ – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એમેઝોન કેનેડા ત્રિરંગાની પ્રિન્ટવાળા ડોરમેટ વેચતા સુષ્મા સ્વરાજ લાલચોળ

એમેઝોન કેનેડા ત્રિરંગાની પ્રિન્ટવાળા ડોરમેટ વેચતા સુષ્મા સ્વરાજ લાલચોળ

 | 8:50 am IST

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કેનેડામાં એમેઝોનની વેબસાઈટ ઉપર ભારતના રાષ્ટ્રધ્વજની પ્રિન્ટવાળા પગલૂછણીયા વેચાતાં હોવાની ઘટના પર કાર્યવાહી કરી છે. સુષ્મા સ્વરાજે એમેઝોન કેનેડાને તાત્કાલિક તેનું વેચાણ બંધ કરવા તેમ જ કોઈપણ શરત વગર માફી માંગવા કહ્યું છે.

સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, એમેઝોને તરત જ અમારા ત્રિરંગાનું અપમાન કરનારી તમામ ચીજ-વસ્તુઓને હટાવી દેવી જોઈએ. જો આમ કરવામાં ન આવ્યું તો અમે કોઈ એમેઝોન અધિકારીને વિઝા આપીશું નહી. તેની સાથે કહ્યું કે, અગાઉથી આપવામાં આવેલા વિઝા પણ રોકી દેવામાં આવશે. આ સમગ્ર બાબત ત્યારે ધ્યાનમાં આવી જ્યારે અતુલ ભોલે નામની વ્યક્તિએ ટ્વિટ કરીને કેનેડામાં વેચાઈ રહેલી આ ડોરમેન વિશે માહિતી આપી હતી. તેમણે વિદેશ મંત્રીને ઝડપી આ અંગે પગલા લેવા વિનંતી કરી હતી.

એમેઝોન એક ઈ-કોમર્સ શોપિંગ વેબસાઈટ છે. જેના પર તમામ પ્રકારની ચીજ-વસ્તુઓ મળતી હોય છે. સુષ્માએ ટ્વિટ કરીને આ વસ્તુને બિલકૂલ અસ્વીકાર્ય ગણાવી હતી. તે ઉપરાંત કેનેડાનાં ભારતીય હાઈ કમીશનને આ મામલે તાત્કાલિક અમેઝોન કેનેડાના ઉચ્ચ અધિકારીઓ સુધી ચેતવણી પહોંચાડવા જણાવ્યું હતું.