amazon-ceo-jeff-bezos-and-wife-mackenzie-bezos-are-divorcing
  • Home
  • Business
  • દુનિયાના સૌથી અમીર એમેઝોનના માલિક જેફ બેજોસ 25 વર્ષના લગ્નજીવન પછી લેશે છુટાછેડા

દુનિયાના સૌથી અમીર એમેઝોનના માલિક જેફ બેજોસ 25 વર્ષના લગ્નજીવન પછી લેશે છુટાછેડા

 | 8:49 am IST

એમેઝોન એક એવી કંપની છે જેનો પરિચય આપવાની હવે જરૂર નથી રહી. ઘર ઘર સુધી પહોંચેલ અને લોકપ્રિય કંપની એમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેજોસ તેના પત્ની મૈંકેજી બેજોસને છુટાછેડા આપી રહ્યા છે. બુધવારે ટ્વિટ કરીને આ વાતની સોશિયલ મીડિયા મારફત માહિતી આપવામાં આવી છે.

બેજોસના જણાવ્યા અનુસાર તેની પત્નીને  છુટાછેડા આપી રહ્યા છે. જેફ અને મૈકેજીએ 25 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. બ્લૂમબર્ગ અનુસાર બેજોસ પાસે 137 અરબ ડૉલરની સંપત્તિ છે. તેઓ દુનિયાના સૌથી અમીર માણસ છે. જેફે એમેઝોનની સ્થાપના 1994માં કરી હતી.

બેજોસ દંપત્તિએ પોતાના અભિપ્રાયને ટ્વિટર પર લખતા કહ્યુ છે કે અમારા પરિવારના લોકો અને અમારા નજીકના મિત્રો જાણે છે કે પ્યાર ભર્યા લાંબા સમય બાદ તેમજ તલાકની પ્રક્રિયા પછી અમે સમજી વિચારીને સમજૂતી સાથે તલાક લેવાનો નિર્ણય કર્યો છે. અમે આગળ જતા પણ એકબીજાનો સાથ આપીશુ. દોસ્તની જેમ જીવન વ્યતિત કરીશુ. અમારા સાથેના જે પલ વિત્યા તે યાદગાર રહ્યા. આગળ વધવા માટે જીવન છે પાછળ ફરવાનો કોઈ મતલબ નથી. અમે સમજીને આ નિર્ણય પર પહોંચ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે મૈકેજી બેજોસ એમેઝોનની પહેલી કર્મચારી હતી. જેફ અને મૈંકેજીની મુલાકાત ડી.ઈ શોમાં થઈ હતી. આ મુલાકાત એમેઝોનની સ્થાપના થઈ તે પહેલા થઈ હતી. મૈંકેજી અક ઉપન્યાસકાર પણ છે અને ખુબજ સારૂ લખી શકે છે. મૈંકેજીએ ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઈટ અને ટ્રેપ્સ જેવા પુસ્તકો લખ્યા છે. આમ તે પણ ખુબજ સફળ છે.

ગયા વર્ષે એપ્રિલમાં બર્લિનમાં એક કાર્યક્રમમાં જેફે તેની પત્નીના બે મોઢે વખાણ કર્યા હતા. જેફે કહ્યુ હતુ કે મારી પાસે પ્યાર અને મદદ કરનાર મૈકેંજી, મારા માતા-પિતા અને મારા દાદા-દાદીનો સાથ છે, આથી હું કોઈ પણ ખતરો ઉઠાવી શકુ છુ.

વર્તમાનમાં બેજોસ પાસે 160 અરબ ડૉલરની સંપત્તિ છે. તેઓ દુનિયાના સૌથી અમીર માણસ છે. એક દિવસ પહેલા જ તેમની કંપની એમેઝોને માઈક્રોસોફ્ટને પછાડી દુનિયાની સૌથી મુલ્યવાન કંપની બની છે.