NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • એમેઝોન કંપની માફી માંગે નહીંતર વીઝા નહીં મળે : સુષ્મા સ્વરાજ

એમેઝોન કંપની માફી માંગે નહીંતર વીઝા નહીં મળે : સુષ્મા સ્વરાજ

 | 3:50 am IST

નવી દિલ્હી :

ઓનલાઇન રીટેલર કંપની એમેઝોન ભારતીય ધ્વજ જેવા રંગે રંગેલા પગલુછણિયા વેચી રહી હોવાના અહેવાલને પગલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટ કરીને માગણી કરી હતી કે, એમેઝોન બિનશરતી માફી માગીને પ્રોડક્ટ પાછી ખેંચે. સંખ્યાબંધ ટ્વીટ કરતાં વિદેશ પ્રધાને ચેતવણી આપી હતી કે એમેઝોન પ્રોડક્ટ પાછી ખેંચીને માફી નહીં માંગે તો કંપનીના અધિકારીઓને વીઝા નહીં મળે.

સુષમાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, ‘એમેઝોને બિનશરતી માફી માંગવી જોઇએ. અમારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી તમામ પ્રોડક્ટ તેમણે તાકીદે પાછી ખેંચવી જોઇએ.

બીજી જ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે,’ જો આમ નહીં થાય તો એમેઝોનના કોઇ અધિકારીને ભારતના વીઝા નહીં મળે. અગાઉ આપવામાં આવેલા વીઝાની પણ સમીક્ષા થશે.

1