Amazon, Flipkart and other e-commerce companies violated the law
  • Home
  • Business
  • એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત અન્ય ઈ-કોમર્સ કંપનીઓને સરકારે પાઠવી નોટિસ, જાણો કારણ

એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત અન્ય ઈ-કોમર્સ કંપનીઓને સરકારે પાઠવી નોટિસ, જાણો કારણ

 | 8:24 pm IST

સરકારે ફ્લિપકાર્ટ(Flipkart), એમેઝોન(Amazon) સહિતની અન્ય ઈ-કોર્મસ(E-Commerce) કંપનીઓને નોટીસ ફટકારી છે. આ નોટીસ એવી ઈ-કોમર્સ કંપનીઓને તેમના માધ્યમથી વહેચાતા પ્રોડક્ટ ઉપર તેમનું પ્રોડક્શન કરનાર દેશની જાણકારી અને અન્ય જરૂરી સૂચનાઓ ન આપવાના કારણે પાઠવવામાં આવી છે.

માહિતી મુજબ આ નોટિસ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય(Ministry of Consumer Affairs, Food and Public Distribution) હેઠળ આવનારા ગ્રાહક મામલાના વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત આ નોટિસ અન્ય ઈ-કોમર્સ કંપનીઓને પણ ફટકારવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નોટિસમાં કંપનીઓને 15 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને એક સમાન નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહ્યું છે કે,‘એવું જાણવા મળ્યું છે કે કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ(Digital Platform) પરથી વેચાતા સામાનની જરૂરી જાણકારી નથી આપી રહી. જ્યારે આ લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 હેઠળ જરૂરી છે.’

કંપનીઓએ કર્યું કાયદાનું ઉલ્લંઘન:

સૂત્રો પ્રમાણે, ફ્લિપકાર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ(Flipkart India Pvt) અને એમેઝોન ડેવલપમેન્ટ સેંટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ(Amazon Development Center India Pvt) ને મોકલવામાં આવેલી આ નોટિસ પ્રમાણે તેઓ ઈ-કોમર્સ કંપનીઓએ છે તેથી તેમણે આ સુનિશ્ચિત કરવું પડશે કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવતા સોદા માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ અને ઈલેકટ્રોનિક નેટવર્ક પર તમામ જરૂરી જાણકારી આપવામાં આવે. નોટિસ પ્રમાણે બંને કંપનીઓએ જરૂરી સૂચના આપી નથી અને કાયદાનો ભંગ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: મતદારોના પ્રશ્નો ભુલી પક્ષ પલટુ મુદ્દે રાજરમત રમાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન