વોલમાર્ટને ટક્કર આપવા માટે એમેઝોને રમ્યો નવો દાવ - Sandesh
  • Home
  • Business
  • વોલમાર્ટને ટક્કર આપવા માટે એમેઝોને રમ્યો નવો દાવ

વોલમાર્ટને ટક્કર આપવા માટે એમેઝોને રમ્યો નવો દાવ

 | 5:06 pm IST

ગુજરાતના મીઠાના ઉત્પાદક વિસ્તાર કચ્છમાં રહેતા અબ્દુલ ગફૂર ખત્રીની પાસે કોઇ સ્માર્ટફોન નથી, આજ સુધી તેમણે ક્યારેય નેટ પર કોઇ ચીજ શોધી પણ નથી. જો કે હવે તેમણે પોતાના વિસ્તારની લુપ્ત થતી કળા રોગનના પુનરુધ્ધાર માટે ઇન્ટરનેટ તરફ મીટ માંડી છે. તેમના પરિવારની છેલ્લી આઠ પેઢીઓમાં આ કળા સતત લુપ્ત થતી ગઇ છે. તેઓ કહે છે કે જો ઓનલાઇનનું હું વેચાણ કરું તો માંગ વધી શકે છે.

આકરી ગરમીમાં તેઓ ભુજના એક કસ્બામાં ડઝનેક શિલ્પકારોની સાથે પહોંચ્યા છે, જ્યાં ઓનલાઇન રિટેલ કંપની એમેઝોનનું વેન્ચર છે. અહીં એવા કેટલાય શિલ્પકારો અને કળાકારોને વર્કશોપ અપાઇ છે અને ટેકનિકથી દૂર રહેનારાઓને તેના પાઠ ભણાવાય છે. જેનો ઉપયોગ હવે એમેઝોન મોટા પાયે કરવા જઈ રહ્યું છે.

વાસ્તવમાં આ કોઇ નવી ક્રાંતિ નથી, પરંતુ કંપનીઓની વચ્ચે ચાલી રહેલી વૈશ્વિક સ્પર્ધા હવે શેરી સુધી આવી ગઇ છે. મુંબઇથી 15 કલાકના અંતરે આવેલા આ વિસ્તારમાં એમેઝોન આ લોકોને સપ્લાયર્સ તરીકે શામેલ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. જેનો મુખ્ય ટાર્ગેટ ફ્લિપકાર્ટ દ્વારા હાલમાં જ વોલમાર્ટને ટેકઓવર કરવામાં આવેલ છે જેનો સામનો કરવાનો છે.