amazon great indian festival sale get samsungs smartphones discount
  • Home
  • Technology
  • festival sale: સેમસંગના આ ફોન પર મળી રહ્યું છે 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ

festival sale: સેમસંગના આ ફોન પર મળી રહ્યું છે 30,000 સુધીનું ડિસ્કાઉન્ટ

 | 4:10 pm IST

ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઇ છે. તેવામાં કંપનીઓ તેમની પ્રોડક્ટ પર ધરખમ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેથી ગ્રાહકો મન ખોલીને ખરીદી કરી શકે. તેવામાં ઇ કોમર્સ કંપનીઓ સાથે અન્ય કંપનીઓ ટાઇઅપ કરી ગ્રાહકોને ઉત્સવો દરમિયાન મોટા ડિસ્કાઉન્ટની ઓફરો આપી રહી છે. જેમકે Amazon great indian festival saleનું વેચાણ શરૂ થઇ ગયુ છે. તેમાં અનેક સ્માર્ટફોન કંપનીઓ તેમના ઉત્પાદનો પર બમ્પર ડિસ્કાઉન્ટ, કેશબેક અને એક્સ્ચેન્જ ઓફર આપે છે.

આ સેલ ધ્યાનમાં રાખીને સેમસંગ ઇન્ડિયાએ એમેઝોન સાથે ભાગીદારી કરી છે. 10-15 ઑક્ટોબર સુધી ચાલનારા આ સેલમાં સેમસંગનાં ગેલેક્સી નોટ 8 પર 30,700 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં ગ્રાહક 74,690 રૂપિયાના આ ફોન પર માત્ર 43,990 રૂપિયા ખરીદી શકે છે. ગ્રાહકોને નો-કોસ્ટ ઇએમઆઈ જેવી અનેક ઑફર્સ પણ મળશે.

આ સેલમાં સેમસંગ ગેલેક્સી એ 8 + ગ્રાહકોને 23,990 રૂપિયા મળશે. આ ફોનને જાન્યુઆરીમાં 32,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં પણ નો-કોસ્ટ ઇએમઆઈ જેવી અનેક ઑફર્સ સાથે ખરીદી કરી શકો છે.

સેમસંગે આ વર્ષે લોન્ચ કરેલી ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી એસ 9 પણ 19,600 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે. ગેલેક્સી એસ 9 ની 64 જીબી વેરિયન્ટ જેની કિંમત 57,900 રૂપિયા છે તે ગ્રાહક 42,990 રૂપિયામાં ખરીદી શકે છે. તેવી જ રીતે 128GB વેરિયન્ટ માટે ગ્રાહક 61,900 રૂપિયાની જગ્યાએ 44,990 રૂપિયા ખરીદી શકે છે. સાથે સાથે આ સ્માર્ટફોનના 256GB વેરિયન્ટ જેની કિંમત 65,900 રૂપિયા છે તે 48,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

ઉપરાંત તમે Galaxy On7 Primeના 4 જીબી રેમ / 64 જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલ સેલ દરમિયાન 14,990 રૂપિયાને બદલે 10,990 રૂપિયા ખરીદી શકો છો. તેવી જ રીતે ગેલેક્સી ઓન સેવન, 11,190 રૂપિયાના સ્થાને 6,790 રૂપિયા વેચવામાં આવી રહ્યો છે અને અંતે ગેલેક્સી ઓન 5 પ્રોની વાત કરીએ તો તમે તેને બદલે રૂ.5, 990 માં ખરીદી કરી શકો છો. સાથે સાથે તમે એસબીઆઇ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકો છો જમે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.