Amazon 'ગ્રેટ ઈન્ડિયન સેલ' દરમિયાન આ સ્માર્ટફોન પર મળશે બંપર ડિસ્કાઉન્ટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • Amazon ‘ગ્રેટ ઈન્ડિયન સેલ’ દરમિયાન આ સ્માર્ટફોન પર મળશે બંપર ડિસ્કાઉન્ટ

Amazon ‘ગ્રેટ ઈન્ડિયન સેલ’ દરમિયાન આ સ્માર્ટફોન પર મળશે બંપર ડિસ્કાઉન્ટ

 | 2:20 pm IST
  • Share

Amazon ભારતમાં 21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીની વચ્ચે ‘ગ્રેટ ઈન્ડિયન સેલ’નું આયોજન કરવા જઈ રહી છે. આ સેલ દરમિયાન Amazon પ્રાઈમ મેમ્બર્સને 20 જાન્યુઆરીથી બપોરે 12 વાગ્યાથી 12 કલાક માટે અર્લી એક્સેસ મળશે. આ સમયગાળા દરમિયાન, મોબાઈલ, લેપટોપ, કેમેરા અને ઘરેલૂ વસ્તું સહિત ઘણી બધી પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ ઓફર મળશે. અહીં સેલમાં HDFC ડેબીટ, ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાંજેક્શમ પર 10 ટકા કરતા વધારેનું કેસબેક પણ મળશે.

સૌથી પહેલાં મોબાઈલ ફોન પર ઓફર્સની વાત કરીએ તો સેલ દરમિયાન મોબાઈલ ફોન અને એસેસરીજ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે એમેઝોન એક્સક્લૂઝિવ મોડલ્સ પર 60 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર Apple, Asus, BlackBerry, Coolpad, InFocus, Lenovo, LG, Moto, OnePlus, Samsung, Vivo અને Xiaomi જેવી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ પર ડિસ્કાઉન્ટ
આપવામાં આવશે.

એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર અત્યારે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના અનુસાર, Honor 6X 32GB, Samsung On5 Pro
Gold, Moto G5 Plus 64GB, 10.or G 4GB, BlackBerry KEYone, LG Q6, Lenovo K8 Note, Intex Cloud C1, Nubia M2 64GB, Google Pixel XL, Micromax Canvas Infinity અને InFocus Turbo 5 Plus જેવા સ્માર્ટફોન પર બંપર ઓફર આપવામાં આવશે.

તે સિવાય એમેઝોન તરફથી ડીલને વધુ સારી બનાવા માટે એક્સચેન્જ ઓફર અને ઈંસ્ટંન્ટ ડિસ્કાઉન્ટની પણ ઓફર આપવામાં આવશે. જો તમે મોબાઈલ સિવાય બીજા કેટલાંક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લેવા માંગતા હોય તો આ સેલ દરમિયાન TV પર 40 ટકા ડિસ્કાઉન્ટ, ટેબલેટ પર 40 ટકા, સ્ટોરેજ ડિવાઈસ પર 50 ટકા, નેટવર્કિંગ ડિવાઈસ પર 60 ટકા, કેમેરા પર 25 ટકા, હેડફોન અને સ્પીકર પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ગ્રેટ ઈન્ડિયન સેલ દરમિયાન amsung 55-inch Full HD Smart TV, HP 14-inch Laptop, WD My Passport 1TB, Fujifilm Instax Mini 8, Lenovo i5 Laptop, HP Sprocket Portable Printer, JBL Go Bluetooth Speaker , TP-Link Wi-Fi Range Extender 300Mbps, TCL 39-inch Full HD TV, JBL C100SI, Intex Speakers और Logitech Wireless Combo પર સારી એવી ઓફરનો લાભ ગ્રાહકોને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન