એમેઝોન રજા પર ગયેલા કામદારોને સ્થાને રોબોટ પાસેથી કામ કરાવશે! - Sandesh
  • Home
  • World
  • એમેઝોન રજા પર ગયેલા કામદારોને સ્થાને રોબોટ પાસેથી કામ કરાવશે!

એમેઝોન રજા પર ગયેલા કામદારોને સ્થાને રોબોટ પાસેથી કામ કરાવશે!

 | 12:22 am IST

એમેઝોનના કેટલાય કર્મચારીઓ નાતાલમાં રજા પર જઈ રહ્યા છે. એ સંજોગોમાં એમેઝોને તેમને રજા આપવા માંડી છે અને તેમના બદલે બીજા માનવ કામદાર રાખવાને બદલે રોબોટથી કામ કરાવવાની તૈયારી કરવા માંડી છે. સામાન્ય રીતે એમેઝોન તહેવાર- ઉત્સવની સિઝનમાં વધતી જતી માગને પહોંચી વળવા માટે હજારો વધારાના કર્મચારીઓ રાખે છે. આ વર્ષે પણ ક્રિસમસના સમયગાળા માટે વધારાના એક લાખ કર્મચારીઓને કામે રાખી રહ્યું છે, જો કે છેલ્લી બે ક્રિસમસ કરતાં એ સંખ્યામાં ૨૦ હજારનો ઘટાડો છે! સિટી એનાલિસ્ટ માર્ક મેએ સીએનબીસીને જણાવ્યું હતું કે, આ પગલું એ એમેઝોન ખાતે ઓટોમેશન વધી રહ્યાના સંકેત આપે છે. ઓટોમેશનની સાથે સાથે હવે તે માનવ કર્મચારીઓ ઉપરની નિર્ભરતા ઘટી રહ્યાના દિવસોની આલબેલ પોકારાઈ રહી છે.

ઓટોમેશનથી જોબ જશે તે એક કલ્પના છે

એમેઝોનના પ્રવક્તા એસ્લે રોબિન્સને સીએનબીસીને જણાવ્યું કે, ગઇ રજાની સિઝનમાં અમે અમારે કેન્દ્રો અને અન્ય ફેસિલિટીમાં પૂર્ણ સમયના કર્મચારીઓને શોધવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. ફક્ત ગયા એક જ વર્ષમાં અમે ૧,૩૦,૦૦૦ નવી નોકરી પેદા કરી શક્યાનું અમને ગૌરવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૨ બાદ એમેઝોને ૩ લાખ પૂર્ણ સમયની નોકરી પેદા કરી હતી. જો કે ઓટોમેશનથી નોકરી અને નેટ જોબ ગ્રોથ ભાંગી જશે એ એક કલ્પના છે.

એમેઝોનની નોકરી એટલે જોખમી ?

ગયા મહિને એમેઝોને અમેરિકામાં તેના કર્મચારી માટે લઘુતમ રોજમાં કલાકે ૧૫ ડોલરનો વધારો કર્યો હતો. જો કે ગાર્ડિયનના ઇન્વેસ્ટિગેશન રિપેર્ટમાં જણાવાયું છે કે જે કર્મચારીઓને નોકરી દરમ્યાન અકસ્માત નડયો હોય, તેમને કોઇ પણ જાતની આવક કે નાણાકીય સહાય વિના જ નોકરી છોડવી પડી હતી. ગયા એપ્રિલમાં ૧૦૦ અજ્ઞા।ત કર્મચારીઓના થયેલા એક સરવેમાં જણાયું હતું કે અડધાથી વધુ કર્મચારીઓ ડિપ્રેશનથી પીડાય છે અને આઠે તો આત્મહત્યા કરવાનું પણ વિચારી લીધું હતું. એમેઝોનના ફૂલફિલમેન્ટ સેન્ટરોને અમેરિકામાં નેશનલ કાઉન્સિલ ફોર ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થે સૌથી જોખમી નોકરીવાળા સ્થળો ગણાવ્યા છે !

રોબોટ તમારી નોકરી ભરખી જશે ?

નવેમ્બર ૨૦૧૭ના એક રિપોર્ટ મુજબ મશીન ઓપરેટરથી માંડીને ફાસ્ટ ફૂડ વર્કર જેવી નોકરીઓ રોબોટ ભરખી જાય એમ છે. ન્યૂયોર્ક ખાતેની મેકકિન્સે નામની મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ ઓટોમેશનને કારણે કેટલી નોકરીઓ જઇ શકે છે અને કયા પ્રકારની નોકરી ઉપર વધુ જોખમ છે, તેનો અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેનો હેવાલ કહે છે કે, કલેક્ટિંગ અને પ્રોસેસિંગ ડેટા એ બે નોકરીઓ સાથે મશીન બહુ સારી રીતે કામ કરી શકે છે.

કામના સ્થળે વિવાદ

એમેઝોનમાં તેના કેન્દ્રોમાં કામ કરવાની સ્થિતિ અંગે પણ ઘણા વિવાદ ઊભા થયા છે. એવો પણ દાવો થયો છે કે કર્મચારીઓને બાટલીમાં પેશાબ કરવા મજબુર કરાય છે ! કામના સ્થળે ગંભીર ઇજા થઈ હોવા છતાં કર્મચારીઓને તેનું વળતર ચૂકવાતું નથી.

૨૦૧૨ બાદ એમેઝોને ૩ લાખ પૂર્ણ સમયની નોકરી પેદા કરી હતી.