amazon india fab phones fest big discount on oneplus 6t
  • Home
  • Technology
  • OnePlus 6T ઓછા ભાવમાં ખરીદવાની તક, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

OnePlus 6T ઓછા ભાવમાં ખરીદવાની તક, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

 | 9:39 am IST

OnePlus હંમેશા તેના જોરદાર ફોન માટે જાણીતું છે. શ્રેષ્ઠ અને નવી ટેક્નોલોજીને કારણે તે ટૂંકા ગાળામાં ભારતીય બજારોમાં મજબૂત સ્થાન ધરાવે છે. OnePlus 6T આનો સૌથી મોટો ઉદાહરણ છે. આ ફોન ઓક્ટોબરમાં લોન્ચ થયો હતો. પરંતુ સમાચાર પ્રમાણે, કંપની આ ફોનને અત્યાર સુધીની સૌથી નીચી કિંમતે વેચવા માટે તૈયાર છે.

આ ફોન ઈ-કૉમર્સ વેબસાઇટ Amazon ઇન્ડિયાના Fab Phones Fest પર વેચવામાં આવી રહ્યો છે, જે 11 મી એપ્રિલે મધ્યરાત્રિથી શરૂ થઇ ગયો છે અને 13 એપ્રિલ 11:59 વાગ્યે ચાલશે. ઉલ્લેખનિય છે કે OnePlus 6T ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ ત્રણેય વેરિએન્ટમાં કિંમત ઘટાડવાનું નક્કી કર્યું છે.

1. 6 જીબી રેમ / 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજના મોડેલ્સની કિંમત રૂ. 3000 ઓછી કરવામાં આવી છે.

2. 8 જીબી રેમ / 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથેના મોડેલની કિંમત રૂ. 4000 ઓછી કરવામાં આવી છે.

3. 8 જીબી રેમ / 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવતી મોડલોની કિંમત રૂ. 4000 ઓછી કરવામાં આવી છે.

4. તેમજ એચડીએફસી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ પર 10% સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

5. ભાવ ઘટાડવા ઉપરાંત Fab Phones Fest દરમિયાન ગ્રાહકોને શ્રેષ્ઠ વિનિમય મૂલ્ય આપવામાં આવશે. તેમા તમે નજીવી રકમાં ટોટલ ડેમેજ પ્રોટેક્શન લઇ શકો છો. જે તમારા ફોનને સુરક્ષિત રાખશે. તમે કુલ નુકસાન સુરક્ષા લઈ શકો છો, જે તમારા ઉપકરણને સુરક્ષિત રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન