amazon-jeff-bezos-only-person-to-have-a-net-worth-more-than-150-billion-dollar
  • Home
  • Business
  • એક દિવસની કમાણી 1.8 કરોડ ડૉલર આ છે દુનિયાના સૌથી ધનાઢ્ય શખ્સ

એક દિવસની કમાણી 1.8 કરોડ ડૉલર આ છે દુનિયાના સૌથી ધનાઢ્ય શખ્સ

 | 12:28 pm IST

દુનિયાના સૌથી અમીર લોકોની ચર્ચા કરવામાં આવે તો આ યાદીમાં સૌ પ્રથમ એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસનું નામ આવે છે. ત્યારબાદ માઈક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેસ્ટ, સફળ રોકાણકાર તરીકે જાણીતા વોરેન બફેટ માનવામાં આવે છે. પણ આ સૌમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ સૌથી અલગ તરી આવે છે.તેઓ દુનિયાના એકમાત્ર એવા શખ્સ છે જેમની સંપત્તિ 150 અરબ ડૉલર 10,650 અરબ રૂપિયાથી પણ વધારે છે. ફોર્બ્સ પત્રિકા અનુસાર જેફ બેજોસની સંપત્તિ જે રીતે વધી રહી છે તે જોતા તેમની સરખામણીએ કોઈની સંપત્તિમાં વધારો થયો નથી. આટલી સંપત્તિ ધરાવનારા તે ફક્ત દુનિયાના એક માત્ર શખ્સ છે, જેમની સંપત્તિ 100 અરબ ડૉલરથી વધારે હોય.

ફોર્બ્સએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે મંગળવારે એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સંપત્તિ 1.8 કરોડ ડૉલર ઐટલેકે રૂ. 127 અરબ જેટલો નફો થયો હતો.જેફની સંપત્તિ એમેઝોનના શેરોમાં આવેલી તેજીના કારણે થયો છે.

રિપોર્ટ અનુસાર જેફની સંપત્તિ 81 અરબ ડૉલર હતી. ફક્ત એક વર્ષમાં તેમને 150 અરબ ડૉલરનો આંકડો પાર કરી લીધો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે 1994માં કંપનીની સ્થાપના કરી હતી. ત્યારથી લઇને આજ સુધી તેમણે પાછળ ફરીને જોયુ નથી. તેમણે તેમના વેપારને બહુ સારી રીતે ફેલાવ્યો છે.