9મું ધોરણ પાસ છોકરાએ અમેઝોનને ચોપડી દીધો 1.3 કરોડનો ચૂનો, ટ્રિક જાણી તમે માથાના વાળ ખંજવાળશો - Sandesh
  • Home
  • India
  • 9મું ધોરણ પાસ છોકરાએ અમેઝોનને ચોપડી દીધો 1.3 કરોડનો ચૂનો, ટ્રિક જાણી તમે માથાના વાળ ખંજવાળશો

9મું ધોરણ પાસ છોકરાએ અમેઝોનને ચોપડી દીધો 1.3 કરોડનો ચૂનો, ટ્રિક જાણી તમે માથાના વાળ ખંજવાળશો

 | 12:49 pm IST

10મ ધોરણમાં અભ્યાસ છોડીને એક કેરિયર એજન્સીની સાથે કામ કરનાર એક યુવકે ઇ-કૉમર્સ સાઇટ અમેઝોનને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દીધી છો. આરોપ છે કે યુવકે કથિત રીતે ઇ-કૉમર્સ સાઇટ દ્વારા આપવામાં આવેલા ટેબ દ્વારા કાર્ડ દ્વારા ચૂકવણીઓમાં હેરાફેરી કરીને આ મોટી વારદાતને અંજામ આપ્યો.

25 વર્ષના દર્શન એલિયાસ ધ્રુવ એ પોતાના મિત્રોને પણ મોંઘી પ્રોડક્ટ ઓર્ડર કરવાનું કહ્યું. એટલું નહીં દર્શને કોઇપણ પ્રકારના પૈસા ટ્રાન્સફર કર્યા વગર પ્રોડક્ટ પહોંચાડી દીધી. આ કેસમાં 4 યુવકોને 25 લાખ રૂપિયાની કિંમતના સામાનની સાથે ધરપકડ કરાઇ છે. તેમાં 21 સ્માર્ટફોન, 1 લેપટોપ, એક આઇપોડ, 1 એપલની ઘડિયાળ સામેલ છે. પોલીસે 4 બાઇક પણ સીઝ કરી દીધી છે.

જાણો શું કહે છે પોલીસ
પોલીસના મતે છેતરપિંડીનો આ મામલો સપ્ટેમ્બર 2017 અને ફેબ્રુઆરી 2018ની વચ્ચે સામે આવ્યો. આ સમયગાળામાં અમેઝોનને ચિકમંગલુરૂ શહેરથી 4604 ઑર્ડર્સ મળ્યા. આ તમામ પ્રોડક્ટ દર્શન દ્વારા પહોંચાડવામાં આવી, જે એકદંત કેરિયરસ કંપનીમાં કામ કરતો હતો. એકદંત કંપનીની સાથે અમેઝોનનો કરાર હતો કે તે તેમની પ્રોડક્ટ્સ પહોંચાડશે અને પેમેન્ટ પણ લેશે.

નકલી પેમેન્ટ એલર્ટ દ્વારા છેતરપિંડી
પોલીસનું કહેવું છે કે દર્શને પેમેન્ટની ચૂકવણીની સિસ્ટમ સાથે છેડછાડ કરી છે. એસપી કે.અન્નામલઇએ કહ્યું કે દર્શને કાર્ડ સ્વાઇપ કરતાં સમયે એક નકલી પેમેન્ટ એલર્ટ તૈયાર કર્યા હતા. તેમણે કહ્યું કે અમેઝોનના અધિકારીઓને ત્રિમાસિક ઑડિટ દરમ્યાન છેતરપિંડીની માહિતી મળી. આ ઑડિટ ફેબ્રુઆરીમાં આયોજીત થયું હતું. તેમણે અમારી પાસે એક ફરિયાદ નોંધાવી હતી. અમે દર્શન સહિત 4 લોકોની ધરપકડ કરી. આ મામલામાં હજુ 2 આરોપી ભાગેડુ છે.

કેસમાં નોંધાઇ ફરિયાદ
એટલું જ નહીં 8 માર્ચના રોજ અમેઝોનના સિનિયર મેનેજર નવીન કુમારે બસવનહલ્લી પોલીસ સ્ટેશનમાં દર્શન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે દર્શને કંપનીને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો છે. અમેઝોનએ દર્શનને ગ્રાહકો પાસેથી ચૂકવણી અને ડિલિવરી સાથે જોડાયેલી તમામ માહિતી માટે ડિજીટલ ટેબ આપી રાખી હતી. જો કે પોલીસ એ વાત શોધવામાં લાગ્યું છે કે દર્શને કાર્ડ દ્વારા કરાયેલ ચૂકવણીમાં કંઇ રીતે હેરાફેરી કરી.

ફોરેન્સિક લેબમાં મોકલાયા ટેબ
સપાએ કહ્યું કે અમને શંકા છે કે દર્શને નકલી એલર્ટ દ્વારા આ છેતરપિંડીને અંજામ આપ્યો છે. અમે ટેબને ફોરેન્સિક લેબમાં મોકલી દીધા છે. પોલીસે કહ્યું કે અમને એવા પણ ગ્રાહક મળ્યા છે, જે નકલી સરનામાં પરથી ઓર્ડર કરી રહ્યા હતા.