15,999 રૂપિયાનો Honor 6X સ્માર્ટફોન મેળવો માત્ર 1,499 રૂપિયામાં - Sandesh
NIFTY 10,155.25 +30.90  |  SENSEX 33,136.18 +139.42  |  USD 65.2050 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 15,999 રૂપિયાનો Honor 6X સ્માર્ટફોન મેળવો માત્ર 1,499 રૂપિયામાં

15,999 રૂપિયાનો Honor 6X સ્માર્ટફોન મેળવો માત્ર 1,499 રૂપિયામાં

 | 4:10 pm IST

જો તમે બે રિયર કેમેરાવાળો સ્માર્ટફોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે ઓફર છે. ઓનલાઈન શોપિંગ વેબસાઈટ amazon.com પર હોનોર 6x સ્માર્ટફોન પર EMIની ઓફર આપવામાં આવી રહી છે. તે પણ માત્ર 1428 રૂપિયાની 12 ઈએમઆઈનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે. સાથે એમેઝોન આના પર એક વર્ષનું પ્રોટેક્શન પ્લાન પણ 999 રૂપિયામાં આપી રહી છે. એક વર્ષ સુધી ફોનમાં કંઈપણ ખરાબી થવા પર કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહી. ફોનને ફ્રિમાં રિપેર કરી આપવામાં આવશે. પછી ભલેને તે એક્સિડેન્ટ ડેમેજ જ કેમ ના હોય.

ફિચર્સ : Honor 6x સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1920×1080 પિક્સલ છે અને 403ppi પિક્સલ ડેંસિટી આપવામાં આવી છે.

આ સ્માર્ટફોન Hisilicon Kirin 655 પ્રોસેસર સાથે આવે છે. આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એક વેરિએન્ટમાં 3GB રેમ અને 32GBની ઈન્ટરનલ મેમોરી અને બીજામાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. બંને વેરિએન્ટમાં મેમોરી કાર્ડ દ્વારા 128 જીબી સુધી મેમોરી વધારી શકાય છે.

આ સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો પર કામ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં રિયર પૈનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ફેસ ડિટેક્શન ઓટો ફોકસ (pdaf) અને એલઈડી ફ્લેસ સાથે 12 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ સેન્સરવાળા બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે ફોનમાં સેલ્ફી માટે 8 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 3,340 એમએએચની બેટરી આપવામાં આવી છે. જે માઈક્રો યૂએસબી ક્નેક્ટિવિટી અને ફાસ્ટ ચાર્જિંગ ફિચર સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોનનું સ્ટેન્ડબાય ટાઈમ 650 કલાકનું છે અને વાત કરવા માટે 23 કલાક બેકઅપ આપે છે. ફોનનું વજન 162 ગ્રામ છે. ક્નેક્ટિવિટી માટે 4g વોલ્ટ નેટવર્ક સપોર્ટ કરે છે.