amazon plans constellation of 3000 satellites for internet
  • Home
  • Technology
  • 3 હજાર સેટેલાઇટ્સ દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટ આપશે આ કંપની, જાણો કોને થશે લાભ

3 હજાર સેટેલાઇટ્સ દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટ આપશે આ કંપની, જાણો કોને થશે લાભ

 | 4:19 pm IST

ટેકનોલોજી ક્ષેત્રની મોટી કંપની એમેઝોન સેટેલાઇટ દ્વારા હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે. આ માટે, અમેરિકન કંપની એર સ્પેસમાં 3000 ઉપગ્રહોના નેટવર્કની સ્થાપના કરશે. વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ જેફ બેઝોસે તેમના સ્પેસ વેન્ચર હેઠળ ‘પ્રોજેક્ટ કૂઇપર’ માટે યોજના તૈયાર કરી છે.

આ યોજના હેઠળ અવકાશમાં 3,236 ઉપગ્રહોનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેના દ્વારા, વિશ્વના એવા વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા આપવામાં આવશે જ્યાં તેની અછત છે. તાજેતરના એમેઝોને પ્રોજેક્ટમાટે નોકરીની જાહેરાત પણ આપી છે.

એમેઝોનના આ પ્રોજેક્ટ વિશેમાં પ્રથમ સમાચાર એક ટેકનિકલ સમાચારથી સંબંધિત વેબસાઇટ દ્વારા આપવામાં આવ્યા છે. તેમણે યુ.એસ. નિયમનકારને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અબજો ડોલરનો ખર્ચ થશે.

એમેઝોને જણાવ્યું છે કે, પ્રોજેક્ટ કૂઇપર એક નવું પગલું છે. આ હેઠળ, પૃથ્વી પાસેની ભ્રમણકક્ષામાં ઉપગ્રહોની એક શ્રેણી સ્થાપિત કરવામાં આવશે. આના દ્વારા, તે વિસ્તારોમાં જ્યાં સુધી તે એક્સેસિબલ ત્યાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, “આ એક લાંબી પ્રક્રિયા છે જે લાખો લોકોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ મેળવવા માટે સક્ષમ બનાવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન