ઓનલાઇન રીટેલર કંપની એમેઝોન ભારતીય ધ્વજ જેવા રંગે રંગેલા પગલુછણિયા વેચી રહી હોવાના અહેવાલને પગલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટ કરીને માગણી કરી હતી કે, એમેઝોન બિનશરતી માફી માગીને પ્રોડક્ટ પાછી ખેંચે. સંખ્યાબંધ ટ્વીટ કરતાં વિદેશ પ્રધાને ચેતવણી આપી હતી કે એમેઝોન પ્રોડક્ટ પાછી ખેંચીને માફી નહીં માંગે તો કંપનીના અધિકારીઓને વીઝા નહીં મળે. જેની અસર જોવા મળી છે. ઈકોમર્સ કંપની એમેઝોને તેની વેબસાઈટ પરથી તિરંગાવાળા પગલુછણિયા હટાવી લીધા છે.

photo

એમેઝોનના પ્રવક્તાએ પણ આ અંગે પુષ્ટિ કરી છે કે હવે આવા કોઈ પગલુછણિયા વેબસાઈટ પર સેલ માટે નથી. અત્રે જણાવવાનું કે સુષમાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, ‘એમેઝોને બિનશરતી માફી માંગવી જોઇએ. અમારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી તમામ પ્રોડક્ટ તેમણે તાકીદે પાછી ખેંચવી જોઇએ. આ અગાઉ એક વ્યક્તિએ ટ્વિટર પર સુષમા સ્વરાજનું આ અંગે ધ્યાન ખેંચતી ટ્વિટ કરી હતી કે એમેઝોન કેનેડા પર તિરંગાવાળા પગલુછણિયા વેચાય છે.

બીજી જ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે,’ જો આમ નહીં થાય તો એમેઝોનના કોઇ અધિકારીને ભારતના વીઝા નહીં મળે. અગાઉ આપવામાં આવેલા વીઝાની પણ સમીક્ષા થશે.