વેલેન્ટાઈન ધમાકા , Vivo આ સ્માર્ટફોન પર આપી રહી છે 6 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • વેલેન્ટાઈન ધમાકા , Vivo આ સ્માર્ટફોન પર આપી રહી છે 6 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

વેલેન્ટાઈન ધમાકા , Vivo આ સ્માર્ટફોન પર આપી રહી છે 6 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

 | 3:22 pm IST

કોઈ પણ સ્પેશિયલ દિવસ હોય ઈ-કોમર્સ કંપનીઓ ઓફર આપવાનું નથી ભુલતી. આ વિશે ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોનએ વેલેન્ટાઈન સપ્તાહને ખાસ બનાવા માટે Vivo કાર્નિવલનું આયોજન કર્યુ છે. આ કાર્નિવલ 12 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ગ્રાહકોને ડિસ્કાઉંટ, એક્સચેન્જ ઓફર અને કોસ્ટ EMI ની ઓફર આપવામાં આવશે.

કાર્નિવલ સેલ દરમિયાન Vivo નાં લિમિટેડ એડિશન મનીષ મલ્હોત્રા V7+ને 22,900 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. આ સ્પેશિયલ એડિશન રેડ કલર વેરિયેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેલેન્ટાઈન ડે માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યો છે. સાથે ગ્રાહકોને આ સ્માર્ટફોન ખરીદવા પર 500 રૂપિયાનું ફર્ન એન્ટ પેટલનું વાઉચર અને બુકમાયશો નું પણ 500 રૂપિયાનું વાઉચર આપવામાં આવશે.

આ સ્માર્ટફોનની સાથે 18,752 રૂપિયા સુધીની એક્સેન્જ ઓફર પણ આપવામાં આવી છે. તે સિવાય ઓરિજનલ Vivo V7+ની કિંમત 21,999 રૂપિયા રાખવામાં આવી છે અને તેમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આપવામાં આવ્યું. જો કે, એક્સચેન્જ ઓફર હેઠળ ગ્રાહકોને 2 હજાર રૂપિયાનો ફાયદો થશે.

સેલમાં V5 Plus ને 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટની સાથે 19,990 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. સાથે તેમાં એક્સચેન્જ ઓફર પર 3,000 રૂપિયા કરતા વધુનો લાભ ગ્રાહકોને મળશે. તેવી જ રીતે V5S સ્માર્ટફોન પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યા પછી 15,990 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. 2,500 રૂપિયા સુધી ઓફર ડિસ્કાઉન્ટ પણ ગ્રાહકોને મળશે.

એમેઝોન કાર્નિવલમાં Vivo Y69 અને Vivo Y66 ને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યા પછી, ક્રમશ 13,990 રૂપિયા અને 12,990 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છ. તેમજ એક્સચેન્જ ઓફર હેઠળ Y69 માં 2,500 રૂપિયા અને Y66 4,000 રૂપિયા સુધીનાં ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને મળશે.

વીવોનાં બજેટ સ્માર્ટફોનની વાત કરીએ તો Y55S અને Y53 માં 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. સાથે ગ્રાહકોને એક્સચેન્જ ઓફર હેઠળ 1,500 રૂપિયા કરતા વધારેનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી સેલમાં Y55S અને Y53 ક્રમશ 10,990 રૂપિયા અને 8,990 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે.