આંબાના પાનનું માંગલિક પ્રસંગમાં મહત્ત્વ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • આંબાના પાનનું માંગલિક પ્રસંગમાં મહત્ત્વ

આંબાના પાનનું માંગલિક પ્રસંગમાં મહત્ત્વ

 | 2:52 am IST

ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા એટલે કે કેરીની ઋતુ  માનવામાં આવે છે. કેરી આંબાના ઝાડ પર થાય છે, આ આંબાના ઝાડ પર કેરી આવતા અનેક વર્ષોનો સમય લાગે છે. આ સમય પસાર થયા બાદ જ્યારે આંબા પર ફળ આવે છે, ત્યારે તે ફળને કેરી તરીકે આપણે ઓળખીએ છીએ. આંબો ફક્ત આપણને ફળ જ નથી આપતો, પરંતુ તેના પાન પણ આપણને આધ્યાત્મિક તથા ઔષધિય રીતે લાભદાયી છે. અત્યારના સમયમાં દરેક ફળો દરેક સીઝનમાં મળે છે, પરંતુ કેરીની સીઝનતો ફક્ત ઉનાળામાં જ હોય છે, અને કેરી ખાવાની મજા પણ ઉનાળામાં જ આવે છે. પરંતુ કેરીના પાન એટલે કે આંબા પર થતા પાન ફૂલ બજારમાં બારે માસ મળે છે. ફૂલ બજાર આ પાનથી તોરણ પણ તૈયાર મળે છે.

આંબાના ઝાડનું ધાર્મિક મહત્ત્વ

કોઇપણ ધાર્મિક પૂજા હોય ત્યાર જે રીતે આસોપાલવના પાનનું તોરણ બનાવવામાં આવે છે. અને તે તોરણ બાંધવાથી તે સ્થળનું વાતાવરણ ધાર્મિક, પવિત્ર અને શુદ્ધ થાય છે, તે જ રીતે આંબાના પાનને પણ પૂજા-વિધિ કે કોઇ માંગલિક પ્રસંગમાં લગાવવાથી કે પૂજામાં ઉપયોગ કરવાનું શુભ માનવામાં આવે છે.

માંગલિક કાર્યમાં શુભ

હકીકતમાં કેરીના પાનને માંગલિક પ્રસંગમાં શુભ માનવામાં આવે છે, કોઇપણ શુભકાર્ય આ પાન વિના પૂર્ણ  થઇ શક્તું નથી. આ પાનનો ઉપયોગ તોરણ બનાવીને કરવામાં આવે છે, ગૃહપ્રવેશની પૂજામાં, વિવાહમાં, ધાર્મિક પૂજા-કથામાં, કે પછી કોઇ ઔહોમ હવનમાં આંબાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા

આંબાના પાન સાથે એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે, તે માન્યતા મુજબ, કેરી એ હનુમાનજીનું મન પસંદ ફળ છે. તેથી જ્યાં કેરી અને આંબાના પાન હશે ત્યાં તેમનો વાસ હશે, સાથે તેમની કૃપા દ્રષ્ટિ હશે. તેથી તે સ્થળે નકારાત્મક ઊર્જાનો વાસ નહીં થઇ શકે, અને નકારાત્મક શક્તિ કોઇ પ્રકારનો અવરોધ ઊભો કરવામાં સફળતા નહીં મળે.

આંબાના પાનનું મહત્ત્વ ઔષધ તરીકે

આંબાનું મહત્ત્વ ધાર્મિક પૂજા વિધિમાં તો છે, આ ઉપરાંત ઔષધિ તરીકે પણ આંબાના પાન ઉપયોગી છે. સ્વાસ્થ્ય માટે આંબાના પાન ઉપયોગી છે.

આંબાના તાજા-કૂણા પાનના સેવન દ્વારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે.

અસ્થમાના દર્દીને તે બિમારીમાં રાહત આપે છે. આ ઉપરાંત આબાના પાનને પાણીમાં ઉકાળી લો, તેમાં મધ મિક્સ કરીને પીઓ.

આંબાના પાનના પાઉડરને  પાણીમાં મિક્સ કરો, તેનું નિયમિત સેવન કરવાથી કિડનીમાંથી પથરી નિકળી જશે, તથા તેના દુખાવામાં રાહત મળશે.

આંબાના પાનનો રસ કાઢીને તેને કાનમાં પપાડવાથી કાનનો દુખાવો બંધ થશે.

જો આંબાના કુણા પાનને મોંઢામાં રાખીને ચાવવામાં ઓવ તો તે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જે રીતે આંબાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, તે જ રીતે તેનુ ફળ એટલે કે કેરી પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.