આજે પોષી પૂનમે કરો દર્શન અંબાજીના, આ મંદિર છે અમદાવાદમાં જ - Sandesh
NIFTY 10,714.45 -26.65  |  SENSEX 35,258.04 +-129.84  |  USD 67.6675 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આજે પોષી પૂનમે કરો દર્શન અંબાજીના, આ મંદિર છે અમદાવાદમાં જ

આજે પોષી પૂનમે કરો દર્શન અંબાજીના, આ મંદિર છે અમદાવાદમાં જ

 | 10:22 am IST

માતાજીના મંદિર આર્શીવાદ રૂપ હોય છે અને દરેક મંદીર પાછળ તેમની કોઈકને કોઈક સ્ટોરી છુપાયેલી હોય છે.  આ મંદિર છે જીવરાજ પાર્ક પાસે આવેલું મળાવ તળાવની પાસેનું અંબાજી માતાનું મંદિર. આજે અંબાજીના પ્રાગટ્ય દિને એટલે કે તેમના જન્મદિવસે કરો આ મંદિરના દર્શન.

મા અંબાજીને જગદંબા તરીકે ઓળખવામાં આવે છે.  માં અંબાનાં સ્થાનકો આપણને અનેક જગ્યાએ જોવા મળે છે. આવું જ એક મંદિર છે અમદાવાદનાં જીવરાજ પાર્કમાં આવેલું મંદિર.. મલાવ તળાવનાં કાંઠે આવેલું આ મંદિર ઐતિહાસિક અને અદભૂત છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં માં અંબાજી ભૂર્ગભમાં બિરાજમાન છે. આ મંદીર 1975ની સાલમાં બનાવવામાં આવ્યું છે. લગભગ 42 વર્ષ જુનું આ મંદિર છે. સાથે વાત એવી છે કે વાવમાંથી માતાજીની મૂર્તી પ્રગટ થયેલી હતી. તેથી તે વાવને મંદિર રૂપે મોટું બનાવીને વિસ્થાપીત કરવામાં આવ્યું છે. આ મંદિર વાવ માતાના મંદીરથી પણ પ્રસિદ્ધ છે.

મા અંબાનું આ મંદિર ઘણું મોટું છે અને તેને કોતરણી પણ ખુબ જ સુંદર તેમજ આકર્ષક  છે. ભૂર્ગભમાં મંદિર બનાવવામાં આવ્યું હોવાથી તેમાં પગથીયા ઉતરીને માની સમીપ જઈ શકાય છે. આ મંદિરનું ગર્ભગૃહ ખુબ જ શાંત અને શીતળ છે. તો માતાજીની મૂર્તિ પણ અવિસ્મર્ણીય છે. તેનું તેજ જ એટલું છે કે દરેક દરેક ભક્ત તેની મૂરત જોઈને અભિભૂત થઈ જાય છે.

માતા પ્રત્યે લોકોની અપાર આસ્થા જોડાયેલી છે. અહીં માનવામાં આવતી તમામ માનતા મા અંબા પૂરી કરે છે.  લોકો માને છે કે અહી માંનો સાક્ષાત્કાર છે. માંનુ સત છે. તો ઘણી બધી સ્ત્રીઓ અહી વડસાવિત્રીની પૂજા પણ કરે છે. મારવાડી મહિલાઓ ખાસ અહીં આવે છે. પૂજા કરીને તેમનાં વ્રતની આ મંદિરમાં ઉજવણી કરે છે. તો આ રીતે અમદાવાદનું આ  એક અનોખું મંદિર છે. જ્યાં માતાજી ભોંયરામાં બિરાજે છે. તળાવ કિનારે આવેલું હોવાથી આ મંદિર અતિ શોભાયમાન, દૈદિપ્યમાન અને આસ્થાનું પરમ સ્થાનક બની ચૂક્યુ છે.