Ambaji Mandir Time change till Bhadarvi Poonam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અંબાજી મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા- ‘ભાદરવી પૂનમે મંદિર ખુલ્લુ રહેશે, ભક્તોમાં આનંદની લાગણી’

અંબાજી મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા- ‘ભાદરવી પૂનમે મંદિર ખુલ્લુ રહેશે, ભક્તોમાં આનંદની લાગણી’

 | 9:28 pm IST
  • Share

આગામી 20 સપ્ટેમ્બરે આવી રહેલી ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવિક ભક્તોના અવિરત પ્રવાહને જોતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

ગત એક સપ્તાહથી શ્રાદ્ધાળું, પદયાત્રિકો રથો, ધજાઓ અને કુમકુમ ગુલાલની છોળો સાથે શક્તિપીઠના દર્શનાર્થે આવી રહ્યા છે. અંબાજી તરફના માર્ગો પર શ્રાદ્ધાળુ પદયાત્રિકોનો પ્રવાહ અવિરત ઘસી રહ્યો છે . જેના પગલે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોના ધસારાને પહોંચી વળવા વધારાની જરૂરી સુવિધાઓ આરંભી દેવામાં આવી છે.

મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શનનો લ્હાવો માણી શકે તે માટે મંદિર ખુલ્લુ રાખવાના નિર્ણયમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતી કાલે નોમથી 20 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ સુધી માતાજીનું મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે દોઢ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી જાહેર કરીને મંદિરમાં દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ 21 સપ્ટેમ્બરથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.

હાલ તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં બસ સ્ટેશનથી મંદિર સુધી અલાયદી દર્શન માટેની રેલિંગો, પાર્કિંગ માટે જમીન લેવલિંગનું કાણ પણ આટોપી લેવાયું છે. આ સિવાય પ્રસાદ, પીવાના પાણી સહિત પગરખા અને લગેજની વ્યવસ્થાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન